________________
બાર પ્રકારની હિંસાઓ
જે ઘરનું વાતાવરણ ધર્માચારમય છે તે ઘરના સંતાનોના સંસ્કરણની કોઈ ચિંતા કરવાની રહેતી નથી. - ઘરમાં વજનો જન્મ થયો. સહુ તેના બાપે લીધેલી દીક્ષાને યાદ કરવા લાગ્યા, એ “દીક્ષા' શબ્દ સાંભળતાં જ વજના પૂર્વભવીય સંસ્કારો જાગ્રત થયા.
વજે રોવાનું ચાલુ કર્યું. કંટાળીને માતા સુનંદાએ, તેના પિતા-મુનિને એ બાળક સોંપી દીધું, નાનકડી વયે તેને દીક્ષા અપાઈ. જૈન ધર્મના અતિ મહાનું આચાર્યોમાંના તે એક- વજાસ્વામીજી- થયા. દેવો પણ જેના બ્રહ્મચર્યાદિના બળથી આકર્ષાયા હતા.
આ રીતે માતાઓ ગુરુઓએ પોતાના વાત્સલ્ય અને સદાચારોથી સંતાનોનું સંસ્કરણ કર્યું છે.
પણ સબૂર! માતપિતાદિથી, નિમિત્તોથી કે સંગથી જે સંસ્કાર સારા કે નરસા જાગ્રત થાય તેથી વધુ ઝડપથી તો - ખોળીયા (ભાવ)થી સંસ્કારો જાગ્રત થતા હોય છે. ઉચ્ચ કક્ષાનું સંયમ જીવન પાળનારો સાધુનો આત્મા જો બિલાડીના ભવનો આયુષ્યબંધ કરી દે; અને તેથી બિલાડીનું ખોળીયું પામે તો તરત પેલા જીવદયનાના જમાવેલા સંસ્કાર દબાઈ જાય અને ઉંદરોને તથા કબૂતરોને ચીરી નાખવાના ભૂતપૂર્વ બિલાડીના ભવોના સંસ્કારો જાગ્રત થઈ જાય. આથી જ જ્યાં ત્યાં જન્મ થઈ ન જાય તેની ખૂબ સાવધાની રાખવાનું જૈન શાસ્ત્રોમાં ભારપૂર્વક જાણવવામાં આવ્યું છે.
આપણે જોયું કે પૂર્વ ભવના સંસ્કારો, અને કુસંગાદિ નિમિત્તોથી ઉદ્ભવતા સંસ્કારો ભેગા થઈને જીવને કુસંસ્કારી બનાવતા હોય છે. આમાં જેનું જોર વધુ હોય તે જીવંત થાય છે. બાકીના દબાઈ જાય છે. છતાં સામાન્ય રીતે એમ કહી શકાય કે સારા કે નરસા જીવનના ઘડતરમાં પૂર્વભવના જીવના પોતાના સંસ્કારોનું બળ ચાલીસ ટકા હોય છે; માતાપિતાના સંસ્કારોનું બળ ચાળીસ ટકા હોય છે. નિમિત્તોનું બળ વીસ ટકા હોય છે. આ વીસ ટકા ભલે ઓછા છે પરંતુ એ જ સૌથી વધુ બળવાન છે, એ જો સારા હોય તો જમા પડેલા ભૂતપૂર્વ ભવના સારા સંસ્કારો જાગ્રત થઈને “સારા”ના ૬૦ ટકા (૨૦ + ૪૦) બની જાય છે. એ નિમિત્તો જો ખરાબ હોય તો ભૂતપૂર્વના “ખરાબ” જાગ્રત થઈને તેના ૬૦ ટકા (૨૦ + ૪૦) બની જાય છે.
આજે અશુભ નિમિત્તોના તો ચારે બાજુ ઢગલા ખડકી દેવામાં આવ્યા છે. ભારતીય મહાપ્રજાનું સંસ્કાર-માળખું છિન્નવિચ્છિન્ન થઈ જાય તે માટે જ વિદેશીઓએ દેશી-ગોરાઓ દ્વારા હિંસકતા, દુરાચારિતા, ક્રોધાન્ધતા વગેરે કુસંસ્કારો એકદમ