________________
૧૬ ૨
બાર પ્રકારની હિંસાઓ
બને તેની ઉપર મેં જણાવેલી રીતે ગર્ભથી જ સંસ્કરણ શરૂ કરાય અને તપોવનથી તેની સાઈકલ પૂરી થાય તો મને લાગે છે કે બે દાયકામાં આર્યાવર્તની મહાનું આર્યપ્રજામાં જ્યાં ત્યાં “માણસ” દેખાવા લાગે. ક્યાંક ક્યાંક “માઁ” પણ નજરે ચડવા લાગે.
જેની પાસે પૂર્વજન્મોની સાધનાના સુસંસ્કારો તૈયાર હોય; જે આત્મા (યોગભ્રષ્ટ જેવો) પવિત્ર, સજ્જન માતાની કુક્ષિએ આવ્યો હોય, જેને ઉપર જણાવ્યા મુજબનું ગર્ભથી તપોવન સુધીનું સંસ્કરણ મળે, તે આત્મા આ દેશની ‘વિરલ વિભૂતિ' બને જ બને. મને તો લગીરે શંકા નથી. આમાં આપણે તો કશું કરવાનું નથી. કેમ કે જન્માન્તરના જ સંસ્કારો મોટા ભાગનું કામ પૂરું કરી દે છે. આપણે તો એ સુસંસ્કારોથી ભરેલા ખેતરનું કુસંગોથી અને કુનિમિત્તોથી ભેલાણ ન થઈ જાય એટલે જ તપોવન દ્વારા ગર્ભરક્ષણ અને સંસ્કરણનું કાર્ય કરવાનું છે. તપોવન એટલે કુસંગ અને કુનિમિત્તોથી દૂર રાખતો સત્સંગ અને સુ-નિમિત્તોને આપતું એક ઉપવન. પછી સંસ્કરણ તો આપમેળે થઈ જ જાય.
પૂર્વના કાળમાં ગર્ભતઃ સંસ્કરણની વાતો જાણવા મળે છે. શ્રીકૃષ્ણ પેટમાં રહેલાં અભિમન્યુને ચક્રવ્યુહના છ કોઠાનું શિક્ષણ આપ્યું હતું.
માતા ત્રિશલાએ ગર્ભસ્થ વર્ધમાનનાં ઉત્તમ તન, મન માટે કેવી રીતે જીવવું? તેની સૂચનાઓ તેના કાન ઉપર કુલવૃદ્ધાઓ સતત નાખ્યા કરતી.
સ્વામી કોંડદેવે સગર્ભા જીજીબાઈને અરણ્ય કાંડનું સતત વાંચન-મનન કરાવતી રાખીને ગર્ભના બાળકને વીર શિવાજી બનાવ્યો હતો.
સગર્ભા સ્ત્રી નાની પણ ભૂલ કરી બેસે તો ગર્ભ ઉપર ઘણી માઠી અસરો થવાની વાત પણ ઈતિહાસનાં પૃષ્ઠો ઉપર કંડારાએલી છે. અરે ! પતિના સાથેના દેહસંબંધની ક્ષણે જો “ગરબડ’ કરે તો તેની પણ અસર તે ગર્ભ ઉપર થવાનું જણાવ્યું છે.
ગુણોથી છલકાએલી દ્રૌપદી નખશિખ ક્રોધી કેમ હતી? તે વારંવાર ક્રોધના ભયાનક આવેશમાં આવીને આગ કેમ બની જતી હતી? અને યુધિષ્ઠિર જેવા પતિને અપશબ્દો કેમ સંભળાવી દેતી હતી? તેનું કારણ તેના પિતા દ્રુપદ હતા. ક્રોધની ધસમસતી આગપરિણતિમાં જ તેમણે પત્ની સાથે દેહસંબંધ કર્યો અને તે જ વખતે પત્ની સગર્ભા બની. દ્રૌપદીની માતા બની. વીર્યમાં વ્યાપી ગયેલો એ પિતાજીનો ક્રોધ લાડકી દીકરી દ્રૌપદીના રોમરોમમાં વ્યાપી ગયો!
દેહસંબંધની પળે જ દીવાલે ટીંગાએલા કાળાએશ હબસીનું મોં જોતી રહેલી