________________
૧૪૬
બાર પ્રકારની હિંસાઓ
કે માણસ સ્વાર્થી છે, લોભી છે, પ્રતિસ્પર્ધામાં રાચનારો છે. આ સ્પર્ધાત્મક દોટમાં પહેલા આવવું તેમાં જ માનવજીવનની સાર્થકતા છે.
પાછળથી આ વિશે માર્મિક ટીકા કરતાં એરિક ફ્રોમે કહ્યું છે : “આ બધી સગવડ ખાતર ઉપજાવી કાઢેલી થિયરીઓ છે. તેમાં માણસ ઉપર ખોટાં તત્ત્વોનું આરોપણ કરાયેલું છે. માણસના સ્વભાવનું તે બિલકુલ વિકૃત દર્શન છે. મૂડીવાદી ભૌતિકવાદી વ્યવસ્થાને સાચી ઠેરવવા માટે માનવસ્વભાવ વિશેની આવી વિકૃત માન્યતા રૂઢ કરી દેવામાં આવી છે. અને પછી તે વ્યવસ્થા પોતે માણસની એવી વૃત્તિઓને જ પોષે છે અને માણસને એવો બનાવી મૂકે છે. વાસ્તવમાં, માણસ સ્વભાવથી આવો નથી જ.”
ભૌતિકવાદી ઔદ્યોગિક સંસ્કૃતિ આ બધાં શાસ્ત્રો પર આધારિત હતી, અને આ શાસ્ત્રો ત્યારે કોઈ પરમ સત્યો જેવી પ્રતિષ્ઠા પામ્યાં. એટલે ભૌતિકવાદની ગાડી સડસડાટ ચાલી અને વિજ્ઞાનયુગ સાવ ખોટી દિશામાં જતો રહ્યો. માનવમુક્તિ અને માનવ-કલ્યાણની ખ્વાહિશ સાથે શરૂ થયેલ વિજ્ઞાનયુગ માર્ગ ચાતરી ગયો અને ભૌતિકવાદના સકંજામાં સપડાઈ ગયો.
રૂસો, રસ્કિન, મુધોં, બોદલેર, તોસ્તોય, વગેરે અનેક વિચારકો અને ચિંતકોએ આની સામે પહેલેથી ચેતવણીના સૂરો કાઢેલા. ભૌતિકવાદી સંસ્કૃતિનાં ઘણાં રોગિષ્ટ લક્ષણો તરફ એમનું ધ્યાન ગયેલું અને તેની સામે એમણે અવાજ પણ ઉઠાવેલો. પરંતુ ભૌતિક વિજ્ઞાનની અવનવી શોધખોળોએ માણસને આંજી નાખેલો અને પ્રગતિના જોરશોરથી વાગતા પડધમે તેના કાન બહેરા બનાવી દીધેલા. એટલે ઉપરટપકે જણાતી પ્રગતિ નીચે જે સડો અને અમાનવીકરણની પ્રક્રિયા ફેલાઈ રહી હતી, તે વિશે સાવધ રહેવાના અને તેને અટકાવવાના હોશ રહ્યા નહીં. ભૌતિકવાદી ફિલસૂફીનું ઘોડાપૂર બધે ફરી વળ્યું.
માર્ક્સ રોગની જડ સુધી ન પહોંચી શક્યો માકર્સે માનવ-ગોરવ અને માનવ-મુક્તિનો બુલંદ નારો અવશ્ય પોકાર્યો. એક પ્રખર માનવતાવાદનું તેણે પ્રતિપાદન કર્યું. ઓદ્યોગિક સંસ્કૃતિમાં વધતા જતા અમાનવીકરણ (ડી-હ્યુમનાઈઝેશન) તેમ જ પરાયાપણા (એલિયનેશન)નું માકર્સે અત્યંત વેધક વિશ્લેષણ કર્યું. પરંતુ તેણે આને કેવળ માલિકી અને વિતરણનો જ સવાલ માન્યો. ઉત્પાદનનાં સાધનોની માલિકી સામાજિક કરી દેવાથી માનવના વિચ્છિન વ્યક્તિત્વનો અંત આવશે, એમ તેણે માની લીધું. ઔદ્યોગિક સંસ્કૃતિના