________________
૧૪૪
બાર પ્રકારની હિંસાઓ
અમર્યાદ ભોગવાદ
આવો રક્ષા-કવચ વિહોણો માનવી અમર્યાદ ભોગવાદનો શિકાર બન્યો. અત્યાર સુધી માણસ જાતજાતના અભાવોથી ગ્રસ્ત રહેલો. વિજ્ઞાનની નવી નવી શોધખોળોને કારણે આમાંથી મુક્તિ પામવાનો અવસર સામે આવ્યો. આમાંથી જ અમર્યાદ ભોગવાદનો વિસ્ફોટ થયો. આર્થિક ક્ષેત્રમાંયે કોઈ નૈતિક નિયંત્રણ તો માનવામાં નહોતું આવ્યું. તેથી નવી આર્થિક વ્યવસ્થાએ પણ આ ભોગવાદને જુદીજુદી રીતે વકરાવવામાં જ પોતાનો લાભ જોયો. પરિણામે, ભોગવાદની એક ફિલૂસૂફી જ ઊભી થઈ ગઈ. માણસની આ પૃથ્વી પરની બધી સુખસગવડ પ્રાપ્ત કરવી, એ જ મુખ્ય ધ્યેય બન્યું. માણસ અને તેનું ભૌતિક સુખ, એ જ બધી બાબતનો માપદંડ બન્યો. કોઈ પણ બાબત માણસની ભૌતિક સુખ-સગવડ વધારવામાં કેટલી ઉપયોગી છે. તે પરથી તેનું મૂલ્ય અંકાવા લાગ્યું. માણસની સામે બસ માત્ર એક જ ધ્યેય રહ્યું કે નવા નવા વિજ્ઞાનની મદદથી પ્રકૃતિનાં પરિબળો ઉપર વિજય મેળવવો, તેમને પોતાનાં અંકુશમાં લેવાં અને પ્રકૃતિની બધી સાધનસંપત્તિનો યથેચ્છ ઉપભોગ કરવો. ટૂંકમાં, પ્રકૃતિ ઉપર આધિપત્ય જમાવવું અને પ્રકૃતિને લૂંટાય તેટલી લૂંટવી. તેમ કરતાં પર્યાવરણ વગેરેને ગમે તેટલું નુકસાન પહોંચતું હોય તેની કશી પરવા નહીં.
આવો એક અણઘડ, અભદ્ર ભૌતિકવાદ ચારેકોર ફેલાયો. અત્યાર સુધી માણસ ઈશ્વરને અને સૃષ્ટિનાં પરિબળોને પૂજતો આવ્યો હતો. હવે તે માનવનિર્મિત સ્થળ ચીજવસ્તુઓને પૂજતો થયો. પૈસો પરમેશ્વર બન્યો. બજારું અર્થતંત્ર બધે છવાઈ ગયું.એલ્વિન ટોફલરના શબ્દોમાં : ઈતિહાસમાં સૌથી વધારે હિસાબી, લોભી, વેપારી માનસવાળી અને પૈસા પાછળ પાગલ એવી સંસ્કૃતિ આ બજારના અર્થતંત્ર ઊભી કરી. માણસ માણસ વચ્ચે નગ્ન સ્વાર્થ સિવાય, નિર્મમ રોકડ ચુકવણી સિવાય બીજો કોઈ સંબંધ રહ્યો નહીં. અંગત સંબંધો, કૌટુંબિક નાત, પ્રેમ, મૈત્રી, પડોશી અને સામુદાયિક સંબંધો બધા જ વેપારી સ્વાર્થને કારણે ખંડિત ને ભ્રષ્ટ બન્યા.'
નવા સંપ્રદાય લીધેલ માનવબલિ ભૌતિક પ્રગતિ અને વિકાસનો એક નવો સંપ્રદાય ઊભો થઈ ગયો. ભૌતિક વિકાસ પાછળની આંધળી દોટમાં ખુદ માણસનીયે ઘોર ઉપેક્ષા થઈ. બેફામ યાંત્રીકરણને કારણે માણસ નગણ્ય બનતો જતો હતો. ઔદ્યોગિકીકરણની માણસના