________________
બાર પ્રકારની હિંસાઓ
૧૩૫
જે હાથ અન્યને મસ્તકે ટેકવવાથી જો તે જીવતેજીવ સળગી જાય તો તેવો હાથ ભૂલથી સ્વમસ્તકે લાગ્યા સિવાય રહેતો પણ નથી.
દ્વિતીય વિશ્વયુદ્ધની પૂર્ણાહુતિ બાદ અમેરિકાના રાજકારણીઓએ પોતાની જાતને આ જગતના જમાદાર તરીકે ઠોકી બેસાડવાની એકેય તક જતી કરી નથી પરંતુ ક્યારેય તેઓએ તેમાં ચતુરાઈથી પણ કામ લીધું નથી. વધુપડતું બળ ઘણે ભાગે બુદ્ધિવિકાસને રૂંધે છે. અમેરિકાએ તક મળી ત્યાં લશ્કર દ્વારા ઘૂસણખોરી કરવા આડે કોઈની શેહશરમ રાખી નથી. તેથી તેને ખૂબ જ નુકસાન થયું છે.
પરદેશમાં ગયેલા આ સમૃદ્ધ રાષ્ટ્રના સૈન્યોએ અનેક બદીઓ ફેલાવી છે. દારૂ, જુગા૨, વ્યભિચાર અને તેમાંથી ઉદ્ભવતી નિર્મમ ક્રૂરતા. સૌથી વધારે અમેરિકન સૈન્યો જો સૌથી લાંબામાં લાંબો સમય રહ્યા હોય તો તે વિયેટનામમાં. અહીં ૧૯૫૪થી લઈને બે દાયકાથીયે વિશેષ સમય સુધી રહીને અનેક દૂષણોમાં આળોટેલા અને હતાશાના માર્યા અનેક દુષ્કૃત્યો કરી બેઠેલાં અમેરિકન સૈન્યોના જવાનો જ્યારે પોતાને દેશ પાછા ફર્યા ત્યારે ત્યાં પણ એમણે એ જ પાશવલીલાનું પ્રદર્શન કર્યું હતું.
આને પરિણામે અમેરિકન સમાજમાં ભારે અંધાધૂંધી અને અવ્યવસ્થા ફેલાઈ ગયાં છે. લોકો સલામતીની ભાવના ખોઈ બેઠા છે. દર વર્ષે હજા૨ોને હિસાબે હત્યાઓ થાય છે. એકેય મિનિટ એવી નથી જતી કે જ્યારે અમેરિકામાં કોઈ ને કોઈ ઠેકાણે સ્ત્રી ઉપર બળાત્કારનો બનાવ ના બન્યો હોય. ધાડ, ચોરી, ગોળીબાર, અપહરણ તો થાય જ છે પણ બેવડાબાજીનું પ્રમાણ પણ એવું જબરદસ્ત છે કે ઢગલાબંધ અકસ્માતો રોજેરોજ થાય છે અને સેંકડો લોકો તેમાં જાન ગુમાવે છે. તેનાથીયે વધુ લોકો અપંગ બને છે. નવી પેઢી ઉપર આ કુસંસ્કારનો એવો ક્રૂર પડછાયો ફરી વળ્યો છે કે સમાજશાસ્ત્રીઓ હવે આ કોયડાને કેમ ઉકેલવો તેની મૂંઝવણમાં પડ્યા છે. વધુમાં આ બધા ઉપ૨ છોગું ચઢાવ્યું હોય તેમ પ્રમુખ રેગને સ્ટાર વોર્સની ઝુંબેશ દ્વા૨ા લડાઈનુ એક વાતાવરણ જમાવી દીધું. આને લઈને બેફિકરા લોકો અને નવી પેઢીના યુવાનો કેવળ આજની મોજમઝા ગમે તે ભોગે માણી લેવા માગે છે, કાલની કોઈને પડી નથી. આ ઊગતી પેઢીની હાલત ઉ૫૨ એક નજર કરીએ.
ન્યુયોર્ક ભૂગર્ભ ટ્રેનનો એક ડબો સ્કૂલના વિદ્યાર્થીઓથી ઊભરાતો હતો. પંદર વર્ષનો એક હૃષ્ટપુષ્ટ છોકરો મારી બાજુમાં ઊભો હતો. માથાના વાળ ઉપર