________________
બાર પ્રકારની હિંસાઓ
૧૩૩
પરલોક, પુણ્ય-પાપ કર્મ વગેરે પદાર્થો જડમૂળથી મગજમાંથી ઊખડી જાય, અને તે મગજમાં ભોગનો તીવ્ર રસ, અર્થપ્રધાનતા, નિષ્ઠુરતા, હિંસા, દુરાચાર, માંસાહાર, ભ્રષ્ટાચાર ઊભરાઈ જાય.
પૂર્વે પરમપદ (મોક્ષ) લક્ષમાં હતું, પરલોક સતત દૃષ્ટિમાં રહેતો, અને પાપનો તીવ્રભય રહેતો હતો. આ કારણે પરમાત્મામાં તીવ્ર પ્રગતિ બની રહેતી હતી. આથી તે સમયના માનવો આજના માનવો જેવું દોષભરપૂર જીવન જીવતા નહિ.
હવે નથી રહ્યો પરલોકની દુર્ગતિનો ડર, નથી રહ્યો રાજદંડનો ડર... આ બેમાં તો કોઈ પણ એક ડર ઈન્સાનને હેવાન બનતો અટકાવી શકે. આ બન્ને ડર ખતમ થતાં ‘ઈન્સાન’ ખતમ થયો છે! હેવાન પેદા થયો છે; જે શેતાન બનવાની તૈયારીમાં છે.
આજનો માણસ ૪૦૦ રૂ. મીટરના ભાવનું પેન્ટ પહેરવાનો આગ્રહી છે, ચોખ્ખા ઘીને બદલે પામોલીન ખાવા તે તૈયાર છે! કલર ટી.વી. વસાવવા સાથે ધારાવીનું ઝૂંપડું પણ તેને મંજૂર છે! એને ‘હું’, ‘તું’, કે ‘તે’ની કશી ચિંતા નથી. આ ત્રણ પદાર્થો ક્રમશઃ શ્રેય, પ્રેય અને ધ્યેય સ્વરૂપ છે. ‘હું'નું કલ્યાણ (શ્રેય) થવું જોઈએ. ‘તું’ (અન્ય દુઃખી જીવો)ને પ્રેમ આપવો જોઈએ. ‘તે’ (પરમાત્મા)નું ધ્યાન કરવું જોઈએ. કાશ! આવી કોઈ ચિંતા તે કદી કરવા માંગતો નથી, કેમ કે તે આ બધા સબ્જેકટનો નહિ પરંતુ પીવું, હરવું, ફરવું વગેરે ઓબ્જેક્ટોનો ઉપાસક બન્યો છે. આજનો માણસ ખાવા, પીવા વગેરેની પાછળ જ પોતાની આખી જિંદગી ફેંકી રહ્યો છે... જરાક પણ દુઃખ કે દર્દ વિના..... લાજ કે શરમ રાખ્યા વિના.
ભારતવર્ષની મહાન્ આર્ય મહાપ્રજાએ પોતાનાં સાંસ્કૃતિક મૂલ્યો ખતમ કર્યાં છે. લગભગ ખતમ થઈ ગયાં છે. હવે તો ભગવાન બચાવે.
હવે ખુલ્લેઆમ બે પ્રકારની જીવનશૈલીનો સંઘર્ષ શરૂ થઈ ગયો છે. પૂર્વની જીવનશૈલી કે પશ્ચિમની જીવનશૈલી અપનાવવી? કઈ શૈલી ભારતીય પ્રજાના હિતમાં છે? તે નક્કી કરી લેવું પડશે.
હવે નથી રહ્યો; મૂડીવાદ, સામ્યવાદ, સમાજવાદ વચ્ચેનો દાયકાઓ જૂનો સંઘર્ષ! રશિયા જેવા ધરખમ સામ્યવાદી રાષ્ટ્રમાંથી પણ સામ્યવાદનું ઝાડ મૂળ સાથે ઊખડી ગયું છે. લેનિન, સ્ટેલીન અને કાર્લમાર્ટ્સ સુધ્ધાનાં બાવલાંઓ ત્યાંથી ખસેડાઈ ચૂક્યાં છે!
કહેવાતું સ્વરાજ આ દેશમાં ઈ.સ.૧૯૪૭ની સાલમાં આવ્યુ. તે વખતથી ખૂબ