________________
પા. ૧ સૂ. ૧૫] વ્યાસ રચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વવૈશારદી
[૪૫
केचित्कषायाः पक्वाः पच्यन्ते पक्ष्यन्ते च केचित् । तत्र पक्ष्यमाणेभ्यः पक्वानां व्यतिरेकेणावधारणं व्यतिरेकसंज्ञा । इन्द्रियप्रवर्तनासमर्थतया पक्वानामौत्सुक्यमात्रेण मनसि व्यवस्थानमेकेन्द्रियसंज्ञा । औत्सुक्यमात्रस्यापि निवृत्तिरुपस्थितेष्वपि दिव्यादिव्यविषयेषूपेक्षाबुद्धिः संज्ञात्रयात्परा वशीकारसंज्ञा । एतयैव च पूर्वासां चरितार्थत्वान्न ताः पृथगुक्ता इति सर्वमवदातम् ॥१५॥
સિયોડત્રપાનમૈશ્વર્યમ્” વગેરેથી ચેતન અને જડ જોયેલા વિષયોમાં તૃષ્ણાનો અભાવ કહે છે. ઐશ્વર્ય એટલે આધિપત્ય. અનુશ્રવ એટલે વેદ, એમાંથી સાંભળેલા સ્વર્ગ વગેરે આનુશ્રવિક ભોગોમાં. “સ્વર્ગ..” વગેરેમાં તૃષ્ણા રહિતતા કહે છે. વિદેહ એટલે દેહરહિત કરણી (ઇન્દ્રિયો)માં લીન થયેલા યોગીઓની સ્થિતિને વૈદેહ્ય કહે છે. બીજા પ્રકૃતિલયો એટલે પ્રકૃતિને જ આત્મા માનનારા, પ્રકૃતિના ઉપાસકો, સાધિકાર પ્રકૃતિમાં લીન થયેલાઓ. આવી સ્થિતિની પ્રાપ્તિ માટે પણ તૃષ્ણા વિનાનો યોગી વૈરાગ્યવાળો કહેવાય. આનુશ્રવિક વિષે તૃષ્ણા વિનાનો, સ્વર્ગ વગેરેની પ્રાપ્તિ વિષે પણ વિતૃષ્ણ કહેવાય છે.
વૈતૃશ્યમાત્ર વૈરાગ્ય હોય તો, વિષયો ન મળ્યા હોય ત્યારે પણ એ હોય છે. તેથી એ પણ વૈરાગ્ય કહેવાય. એ શંકાના નિરાકરણ માટે “દિવ્યાદિવ્ય” વગેરેથી કહે છે કે ફક્ત વૈતૃણ્ય વૈરાગ્ય નથી, પણ દિવ્ય તેમજ લૌકિક વિષયો પોતાની સમક્ષ ઉપસ્થિત થાય, ત્યારે પણ ચિત્તમાં ભોગેચ્છા ન થાય, એ વૈરાગ્ય છે. આને વધારે સ્પષ્ટ કરતાં કહે છે કે હેય-ઉપાદેય શૂન્ય એટલે આસક્તિ અને ષ વગર ઉપેક્ષા બુદ્ધિ વૈરાગ્ય છે.
આવી બુદ્ધિ કેવી રીતે થાય ? એના જવાબમાં કહે છે : પ્રસંખ્યાન (વિચાર)ના બળથી. વિષયો ત્રણ પ્રકારના તાપોથી ઘેરાયેલા છે. એ એમનો દોષ છે. એ દોષ વિષે વારંવાર વિચારવાથી, એ સત્ય ચિત્તમાં સાક્ષાત દેખાવા માંડે છે. આને પ્રસંખ્યાન કહે છે. એના બળથી ઉપેક્ષાબુદ્ધિ ઉત્પન્ન થાય છે.
આગમના જાણકારો (આ દર્શનના પૂર્વાચાર્યો, ચેતનાના વિકાસની દૃષ્ટિએ) યતમાનસંજ્ઞા, વ્યતિરેક સંજ્ઞા, એકેન્દ્રિયસંજ્ઞા અને વશીકારસંજ્ઞા એમ ચાર પ્રકારનો વૈરાગ્ય કહે છે. રાગ વગેરે ચિત્તના મેલ છે. એમની પ્રેરણાથી ઇન્દ્રિયો પોતપોતાના વિષયોમાં પ્રવર્તે છે. એ મેલ ઇન્દ્રિયોને વિષયોમાં પ્રવૃત્ત ન કરે, એ માટે એ મેલને દૂર કરવાના હેતુથી, એમને પકવવાના પ્રયત્નનો આરંભ થાય, એને યતમાન સંજ્ઞા કહેવાય. એવા પ્રયત્નના આરંભ પછી કેટલાક કષાયો પાકી ગયા, કેટલાક પાકી રહ્યા છે, અને બીજા કેટલાક ભવિષ્યમાં પાકશે. પાકી ગયેલાનો પાકવાના બાકી છે એમનાથી ભેદ નક્કી કરવો એ વ્યતિરેકસંજ્ઞા છે. પાકેલા મળ ઇન્દ્રિયોને પ્રવૃત્ત