________________
૩૪ ]
પતંજલિનાં યોગસૂત્રો
[પા ૧ સૂ. ૧૦
હોય છે, એમ કહે છે. વ્યપદેશ્ય-વ્યપદેશ ભાવ હોય એને વ્યપદેશ કે નિર્દેશ કહે છે. અને એને જ વિશેષ્ય-વિશેષણભાવ પણ કહે છે. એમાં વાક્યની વૃત્તિ (પ્રવૃત્તિ) હોય છે, જેમકે ચૈત્રની ગાય. “તથા” વગેરેથી બીજું શાસ્ત્રીય દષ્ટાન્ત ઉમેરે છે.
વસ્તુ એટલે પૃથ્વી વગેરેનો ધર્મ સ્પ% જેમાં નથી એવો કોણ છે ? નિષ્ક્રિય પુરુષ. સાંખ્યશાસ્ત્ર મુજબ અભાવ નામનો વસ્તુનો કોઈ ધર્મ નથી, જેનાથી પુરુષની વિશેષતા દર્શાવાય. ક્યાંક ““પ્રતિષિદ્ધ વસ્તુધર્મા પુરુષ” એવો પાઠ છે. એનો અર્થ એવો થાય કે પ્રતિયો જેમાં વ્યાપ્ત છે, એમને પ્રતિષિદ્ધ કહેવાય. એ વસ્તુના ધર્મોમાં વ્યાપ્ત બનતા નથી. (એટલે વસ્તુમાં પ્રતિષેધ કે અભાવરૂપ ધર્મ રહી શકે નહીં.) કારણ કે ભાવ અને અભાવ ક્યારે પણ સંબંધિત થઈ શકે નહીં, એવું બધે જોવામાં આવે છે. છતાં એ બે સાથે રહેતા હોય એવી કલ્પના વિકલ્પમાં કરવામાં આવે છે. “બાણ સ્થિર છે”કહીને લૌકિક દષ્ટાન્ત આપે છે. “રાંધે છે”,
કાપે છે”, વગેરેમાં પહેલાં અને પછી આવતી કર્મની ક્ષણોની આખી શ્રેણી એક ફળને ઉત્પન્ન કરતી જોવામાં આવે છે. એ રીતે “બાણ સ્થિર છે” એ પ્રયોગમાં પણ પહેલાની અને પછીની કર્મની ક્ષણોની હારમાળા હોય એવો ભ્રમ થાય છે. પણ રાંધવાની જેમ ગતિનો અંત થવાની ક્રિયામાં પૂર્વાપર ક્રમ છે, એમ માનીને, એ બાણથી ભિન્ન એમ સમજીને બાણ સ્થિર છે એવો પ્રયોગ કરી શકાય. આનો જવાબ એ છે કે “સ્થા' ધાતુનો ગતિનો અભાવ અર્થ છે. ગતિના અભાવને વસ્તુનો ધર્મ માની લેવામાં આવે છે. પછી આ કલ્પિત ધર્મને ખરેખર હયાત વસ્તુ માનવામાં આવે છે, અને એમાં પાછો સ્થિત હતું, સ્થિત હશે એમ પૂર્વાપર ક્રમ રહેલો માનવામાં આવે છે. વિચિત્ર કલ્પનાઓની આવી પરંપરા છે. અભાવને ભાવ માની, એ કશાકની પછી ક્રમમાં આવે છે એવું માની લેવામાં આવે છે. બધા લોકોમાં આવી નિરાધાર કલ્પનાઓ જોવામાં આવે છે.
એ રીતે “તથાડનુત્પત્તિધર્મા પુરુષમાંથી બીજું ઉદાહરણ આપે છે. અભાવને ભાવરૂપ કલ્પીને એ બધા પુરુષોમાં અનુગત છે, એવી કલ્પના કરવામાં આવે છે. પરંતુ એ કોઈ પુરુષથી ભિન્ન ધર્મ નથી. પ્રમાણ અને વિપર્યયથી જુદી વિકલ્પ નામની વૃત્તિ છે જ નહીં, એમ ઘણા લોકો માને છે. એમને બોધ આપવા માટે આટલાં બધાં દષ્ટાન્તો આપ્યાં છે, એમ માનવું જોઈએ. ૯
अभावप्रत्ययालम्बना वृत्तिनिद्रा ॥१०॥ અભાવ જ્ઞાનને અવલંબતી વૃત્તિ નિદ્રા છે. ૧૦