________________ યોગનું લક્ષ્ય ' “યોગનો હેતુ મનના મૌનની પ્રાપ્તિ છે. અભ્યાસ ફક્ત મનના આ મૂળસ્વભાવરૂપ મૌનના માર્ગનાં વિઘ્નો દૂર થાય એ માટે કરવામાં આવે છે. મનુષ્યનું મન જયારે પ્રાકૃત કે અસંસ્કૃત અવસ્થામાં હોય, ત્યારે એણે પોતાની અંદર અને બહાર સતત પ્રવૃત્તિશીલ રહેતાં પ્રકૃતિનાં પરિબળોનાં કાર્યોની પ્રતિક્રિયા રૂપે કાંઈ ને કાંઈ વારંવાર પરવશપણે કરવું પડે છે. યોગનાં અંગોના અનુષ્ઠાનથી સંસ્કૃત બનેલું મન પ્રકૃતિનાં બાહ્ય પરિબળો અને આંતરિક પ્રબળ વલણોને પૂર્ણપણે આધીન હોતું નથી. ભૌતિક પ્રકૃતિ અને મનુષ્યપ્રકૃતિથી મુક્ત બનવું 'યોગનું લક્ષ્ય છે. યોગનું ઉડ્ડયન મનુષ્યપ્રકૃતિ અને વૈશ્વિક પ્રકૃતિથી •પર અદ્વૈત સત્તા સુધી પહોંચવા માટે છે. મનનાં સુખદ કે દુઃખદ, સતત 'અને નિરર્થક સ્પંદનો એની શાન્ત એકાગ્રતામાં વિક્ષેપ કરે છે. મન સાચો દ્રષ્ટા-જ્ઞાતા-નથી. એ સત્યવિવું અનુમાન કરી શકે, શાસ્ત્રીય 'પ્રમાણો ઉદ્ધત કરી શકે, કલ્પના કરી શકે, સિદ્ધાન્તો સ્થાપી શકે, પણ એનો સીધો સાક્ષાત્કાર ન કરી શકે. સત્યના સાક્ષાત્કાર માટે, જે મન સ્વાભાવિક રીત જદ્રા અને દશ્ય વચ્ચે મધ્યસ્થતા કરવાનો પ્રયત્ન કરે છે, એને શાન્ત-માન-બનાવવું અનિવાર્ય છે. મન જ્યારે પૂરેપૂરું મોન અને સજાગ હોય, ત્યારે દ્રષ્ટા અને દેશ્ય બંને એકીસાથે અની | સમક્ષ હાજર થાય છે. ત્યારે દ્રા હોય છે, જે જોવાનું છે, એ પણ હોય છે, અને દર્શન કૉઈ પણ પ્રકારના ભ્રમવગર થાય છે. આવું સ્પષ્ટ દર્શન 'યોગનું લક્ષ્યછે. જે કેવળદ્રષ્ટા, આત્માનો અધિકાર છે, મનનો નહી." -ભગવાન શ્રી રમણ મહર્ષિ