________________
૪૭૦]
પતંજલિનાં પોગસૂત્રો
[પા. ૪ સૂ. ૩૩
ક્ષણોની સતત ધારારૂપ ક્રમ પરિણામના છેવટના છેડાથી ગ્રહીત થાય છે. નવું વસ્ત્ર ક્ષણોના ક્રમને અનુભવ્યા વિના છેવટે જૂનું થતું નથી. નિત્ય પદાર્થોમાં ક્રમ જોવા મળે છે. નિત્યતા બે પ્રકારની છે. કૂટનિત્યતા અને પરિણામીનિત્યતા. પુરુષની કૂટનિત્યતા છે અને ગુણોની પરિણામી નિત્યતા છે. પરિણામ થયા છતાં જેનું તત્ત્વ નષ્ટ ન થાય એ નિત્ય છે. ગુણોના ધર્મરૂપ બુદ્ધિવગેરેમાં પરિણામના અપર છેડાથી ક્રમનું ગ્રહણ થાય છે, એ ક્રમ અવસાન(અંત)વાળો છે અને નિત્ય એવા ધર્મ ગુણોમાં એ ક્રમનો અંત નથી. કૂટસ્થનિત્ય, સ્વરૂપમાત્રપ્રતિષ્ઠ મુક્ત પુરુષોના સ્વરૂપનું અસ્તિત્વ ક્રમથી જ અનુભવાય છે. એ ક્રમ પણ અલબ્ધ પર્યવસાન (અનંત) છે. ફક્ત “અસ્તિ” ક્રિયાપદના પ્રયોગથી ઉત્પન્ન થયેલો જણાતો હોવાથી (એ ક્રમ) કલ્પિત છે.
હવે પ્રશ્ન એ છે કે સ્થિતિ અને ગતિથી ગુણોમાં વર્તમાન આ સંસારના ક્રમનો અંત છે કે નહીં ? આ વાત અવચનીય (હા કે નામાં નિશ્ચિતપણે ન કહેવાય એવી) છે. કેમ ? કારણ કે કેટલાક પ્રશ્નો એકાન્ત વચનીય (નિશ્ચિત ઉત્તરવાળા) હોય છે. દાખલા તરીકે :- ““જન્મેલા બધા મરશે કે નહીં ?” એનો જવાબ છે. “હા”. બીજો પ્રશ્ન છે :- “બધા મરનારા જન્મશે કે નહીં ?” આનો જવાબ વિભાગપૂર્વક જ આપી શકાય એવો છેઃ ““જે કુશળ પુરુષમાં વિવેકખ્યાતિનો ઉદય થયો છે, અને જેની તૃષ્ણાનો ક્ષય થયો છે, એ નહીં જન્મ, બીજા બધા જન્મશે”. વળી “મનુષ્યજાતિ (જન્મ) શ્રેષ્ઠ છે કે નહીં?” આનો જવાબ પણ વિભાગપૂર્વક આપવો પડે એવો છે. “પશુઓની અપેક્ષાએ મનુષ્યજાતિ શ્રેષ્ઠ છે, પણ દેવો અને ઋષિઓની અપેક્ષાએ શ્રેષ્ઠ નથી.” વળી, “સંસાર અંતવાળો છે કે અનંત ?” આ પ્રશ્ન પણ અવચનીય છે – “કુશળ પુરુષ માટે સંસારના ક્રમની સમાપ્તિ છે, બીજા માટે નથી.” આમ બંને જવાબો આપવામાં કોઈ દોષ નથી. તેથી આવા પ્રશ્નોનું વ્યાકરણ (વિવેચન કરીને જવાબનું નિદાન) કરવું જોઈએ. ૩૩
तत्त्ववैशारदी अत्रान्तरे परिणामक्रमं पृच्छति-अथ कोऽयमिति । क्षणप्रतियोगी