________________
૪૬૮]
પતંજલિનાં યોગસૂત્રો
[પા. ૪ સૂ. ૩૨
અવસ્થાને ધર્મમેઘસમાધિ કહે છે.
આ ધર્મમેઘસમાધિ ભલે બધી વાસનાઓ સાથે લેશો અને કર્મોને શાન્ત કરવાનો હેતુ હોય, પણ એ હોય, તો ફરીથી પ્રાણીનો જન્મ કેમ ન થાય ? જવાબમાં “યત્રેદમુક્તમ્” વગેરેથી કહે છે કે કારણના વિનાશ પછી પણ કાર્ય રહેતું હોય, તો આંધળા વગેરે વડે મણિવેધ વગેરે કાર્યો લોકોને પ્રત્યક્ષ થવાં જોઈએ, અને અસંભવ વાતોને વર્ણવતું આભાણક (લોકોક્તિ) લોકમાં સાચું કરવું જોઈએ. આંધળાએ મણિ વીંધ્યો, આંગળી વિનાનાએ દોરો પરોવ્યો, ગ્રીવા વિનાનાએ પહેર્યો અને જીભવિનાનાએ વખાણ્યો. ૩૧
ततः कृतार्थानां परिणामक्रमसमाप्तिर्गुणानाम् ॥३२॥
એનાથી (ધર્મમેઘસમાધિથી) યોગીના કૃતકૃત્ય બનેલા ગુણોનો પરિણામક્રમ સમાપ્ત થાય છે. ૩૨
भाष्य
तस्य धर्ममेघस्योदयात्कृतार्थानां गुणानां परिणामक्रमः परिसमाप्यते । न हि कृतभोगापवर्गाः परिसमाप्तक्रमाः क्षणमप्यवस्थाતુમુદ પુરા
ધર્મમેઘસમાધિના ઉદયથી યોગીના કૃતાર્થ બનેલા ગુણોનો પરિણામક્રમ સમાપ્ત થાય છે. જેમણે પુરુષ માટે ભોગ અને મોક્ષ સિદ્ધ કર્યા છે, એવા સમાપ્ત થયેલા ક્રમવાળા ગુણો ક્ષણ માટે પણ ટકી શકતા નથી.૩૨
तत्त्ववैशारदी ननु धर्ममेघस्य पराकाष्ठा ज्ञानप्रसादमात्रं परं वैराग्यं समूलघातमपहन्तु व्युत्थानसमाधिसंस्कारान्सक्लेशकर्माशयान् । गुणास्तु स्वत एव विकारकरणशीला: कस्मात्तादृशमपि पुरुषं प्रति देहेन्द्रियादि नारभन्त इत्यत आह- ततः कृतार्थानां परिणामक्रमसमाप्तिर्गुणानाम् । शीलमिदं गुणानां यदमी यं प्रति कृतार्थास्तं प्रति न પ્રવર્તત કૃતિ માd: IIQરા
ધર્મમેઘની પરાકાષ્ઠારૂપ, જ્ઞાનપ્રસાદમાત્ર, પરવૈરાગ્ય વ્યુત્થાન અને સમાધિના સંસ્કારોને, તેમજ ક્લેશકર્મના આશયોને ભલે જડમૂળથી ઉખાડી નાખે. પરંતુ ગુણો તો સ્વતઃ પરિણામી છે. તો તેઓ એ યોગીમાટે પણ દેહ, ઈન્દ્રિયો