________________
પા. ૪ સૂ. ૩૧ ] વ્યાસ રચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વશારદી [૪૬૭
ડોક વિનાનાએ એના ગળામાં પહેર્યો, અને જીભવિનાનાએ એનાં વખાણ કર્યા;” (તુલ તૈ.આ.૧.૧૧.૫) (અર્થાત્ આ બધાની જેમ ક્ષીણક્લેશ યોગીનો જન્મ અસંભવ છે). (અથવા આત્મનિષ્ઠ યોગી ઇન્દ્રિયોવિના સર્વકર્મસમર્થ બને છે). ૩૧
तत्त्ववैशारदी अथैवं धर्ममेघे सति कीदृशं चित्तमित्यत आह-तदा सर्वावरणमलापेतस्य ज्ञानस्यानन्त्याज्ज्ञेयमल्पम् । आवियते चित्तसत्त्वमेभिरित्यावरणानि मला: क्लेशकर्माणि । सर्वे च त आवरणमलाश्चेति सर्वावरणमलाः । तेभ्योऽपेतस्य चित्तसत्त्वस्य ज्ञानस्य ज्ञायतेऽनेनेत्यनया व्युत्पत्त्या, आनन्त्यादपरिमेयत्वाज्ज्ञेयमल्पम् । यथा हि शरदि घनपटलमुक्तस्य चण्डाचिषः परितः प्रद्योतमानस्य प्रकाशानन्त्यात्प्रकाश्या घटादयोऽल्पाः प्रकाशन्त एवमपगतरजस्तमसश्चित्तसत्त्वस्य प्रकाशानन्त्यादल्पं प्रकाश्यमिति । तदेतदाहसर्वैरिति । एतदेव व्यतिरेकमुखेन स्फोरयति-आवरकेण तमसाभिभूतमिति । क्रियाशीलेन रजसा प्रवर्तितमत एवोद्घाटितम् । प्रदेशादपनीतं तम इत्यर्थः । अत एव सर्वान्धर्माज्ञेयान्मेहति वर्षति प्रकाशनेनेति धर्ममेघ इत्युच्यते । नन्वयमस्तु धर्ममेघः समाधि: सवासनक्लेशकर्माशयप्रशमहेतुः । अथ सत्यप्यस्मिन्कस्मान्न जायते पुनर्जन्तुरित्यत आह- यत्रेदमुक्तमहेतुः । कारणसमुच्छेदादपि चेत्कार्यं क्रियते हन्त भो मणिवेधादयोऽन्धादिभ्यो भवेयुः प्रत्यक्षाः । तथा चानुपपन्नार्थतायामाभाणको लौकिक उपपन्नार्थः स्याद्अविध्यदन्धो मणिमिति । आवयद् ग्रथितवान् । प्रत्यमुञ्चत्पिनद्धवान् । अभ्यपूजयत्स्तुतवानिति ॥३१॥
તદા સર્વાવરણમલાપતસ્ય..” વગેરે સૂત્રથી ધર્મમેઘસમાધિ થતાં યોગીના ચિત્તની અવસ્થા વર્ણવે છે. ચિત્તસત્ત્વનું આવરણ કરતા ક્લેશ, કર્મના મળો આવરણ છે. ચિત્તસત્ત્વ બધા આવરણ મળો વિનાનું બને, ત્યારે એનું જ્ઞાન અનંત - અપરિમેય હોવાથી ય અલ્પ બને છે. શરદ ઋતુના મેઘવિનાના આકાશમાં ચોતરફ પ્રકાશતા સૂર્યના તેજની અનંતતાને કારણે, એનાથી પ્રકાશિત થતી ઘડા વગેરે વસ્તુઓ અલ્પ ભારે, એમ રજસ્, તમસ વગરના ચિત્તસત્ત્વના જ્ઞાનરૂપ પ્રકાશની અનંતતાને લીધે, પ્રકાશ્ય-શેય અલ્પ જણાય છે. આ વાત સર્વે: ફ્લેશકર્યાવરëર્વિમુક્તસ્ય જ્ઞાનસ્ય” વગેરેથી કહે છે. “આવરકેણ તમસા”. વગેરેથી એ જ વાતને વ્યતિરેકની રીતે સ્પષ્ટ કરે છે. તમસુ વડે આવૃત સત્ત્વ, ક્રિયાશીલ રજસ વડે પ્રવૃત્ત કે ઉદઘાટિત કરવામાં આવે, અર્થાત એટલા પ્રદેશથી તમસનું આવરણ દૂર કરવામાં આવે, ત્યારે તે તે પદાર્થોને ચિત્તસત્ત્વ જાણે છે. તેથી બધા ધર્મો કે શેયોનું મેહન-વર્ષણ કરનાર