________________
. ૪ સૂ.૨૫] વ્યાસ રચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વશારદી [૪૫૯
विशेषदर्शिन आत्मभावभावनाविनिवृत्तिः ॥२५॥
ચિત્તથી આત્મા વિશેષ છે એવું દર્શન કરનાર યોગીની આત્મભાવભાવના નિવૃત્ત થાય છે. ૨૫
માણ यथा प्रावृषि तृणाङ्करस्योद्भेदेन तद्वीजसत्तानुमीयते, तथा मोक्षमार्गश्रवणेन यस्य रोमहर्षाश्रुपातौ दृश्येते, तत्राप्यस्ति विशेषदर्शनबीजमपवर्गभागीयं कर्माभिर्निर्वर्तितमित्यनुमीयते । तस्यात्मभावभावना स्वाभाविकी प्रवर्तते, यस्याभावादिदमुक्तं स्वभावं मुक्त्वा दोषाद्येषां पूर्वपक्षे रुचिर्भवत्यरुचिश्च निर्णये भवति । तत्रात्मभावभावना-कोऽहमासं, कथमहमासं, किंस्विदिदं, कथंस्विदिदं, के भविष्यामः, कथं वा भविष्याम इति । सा तु विशेषदर्शिनो निवर्तते । कुतः ? चित्तस्यैवैष विचित्रः परिणामः, पुरुषस्त्वसत्यामविद्यायां शुद्धश्चित्तधर्मेंरपरामृष्ट इति । ततोऽस्यात्मभावभावना कुशलस्य विनिवर्तत इति ॥२५॥
જેમ ચોમાસામાં ઘાસના અંકુરો ફૂટે એનાથી એમના બીજના અસ્તિત્વનું અનુમાન થાય છે, એમ મોક્ષમાર્ગના શ્રવણથી જે પુરુષમાં રોમાંચ અને હર્ષનાં આંસુ ઉત્પન્ન થાય, એમાં પોતાનાં ઉત્તમ કર્મોવડે પ્રાપ્ત કરેલું, ચિત્ત અને આત્માની ભિન્નતા રૂપ વિશેષ દર્શનનું બીજ અસ્તિત્વ ધરાવે છે, એવું અનુમાન થાય છે. એવા પુરુષમાં પોતાના અસ્તિત્વવિષેની જિજ્ઞાસા સ્વાભાવિક રીતે વિદ્યમાન હોય છે. એ જિજ્ઞાસા જેમાં ન હોય એ પોતાના અસ્તિત્વવિષેની જિજ્ઞાસાનો ત્યાગ કરીને, દોષોને કારણે, પૂર્વપક્ષ જેવી દલીલો કરવામાં રસ કે રૂચિ ધરાવે છે, અને જ્ઞાની મહાત્માઓના નિર્ણયોમાં અરુચિ દાખવે છે. આત્મભાવભાવના એટલે પોતાના અસ્તિત્વવિષે જાણવાની તીવ્ર ઇચ્છા, જેમ કે હું કોણ હતો ? કેવી રીતે હતો? આ જગ) શું છે? એ કેવી રીતે થયું? ભવિષ્યમાં હું કેવો હોઈશ? અને કેવી રીતે હોઈશ? વગેરે.
ચિત્તથી આત્મા વિશેષ (ભિન્ન) છે, એવું દર્શન કરનાર પુરુષની આવી જિજ્ઞાસા નિવૃત્ત થાય છે. કેમ? કારણ કે એ સમજી જાય છે કે આ