________________
૪૩૨ ] પતંજલિનાં યોગસૂત્રો
[પા. ૪ સૂ. ૧૪ नास्त्यर्थो विज्ञानविसहचरः, अस्ति तु ज्ञानमर्थविसहचरं स्वप्नादौ कल्पितमित्यनया दिशा ये वस्तुस्वरूपमपहनुवते, ज्ञानपरिकल्पनामात्रं वस्तु स्वनविषयोपमं न परमार्थतोऽस्तीति य आहुस्ते तथेति प्रत्युपस्थितमिदं स्वमाहात्म्येन वस्तु कथमप्रमाणात्मकेन विकल्पज्ञानबलेन वस्तुस्वरूपमुत्सृज्य तदेवापलपन्तः श्रद्धेयवचनाः स्युः ॥१४॥
પ્રકાશ, ક્રિયા અને સ્થિતિશીલ ગુણો જ્યારે એક ગ્રહણાત્મક કરણભાવે પરિણમે ત્યારે શ્રોત્ર ઇન્દ્રિય ઉત્પન્ન થાય છે, અને ગ્રાહ્યરૂપ તન્માત્રભાવે એક પરિણામ પામે ત્યારે વિષયરૂપ શબ્દ ઉત્પન્ન થાય છે. મૂર્તિ સાથે સમાનજાતિની શબ્દ વગેરેની તન્માત્રાઓનું પૃથ્વીના પરમાણુરૂપે એક પરિણામ થાય છે. એ પરમાણું તન્માત્રાનો અવયવ છે. અને એમનું એક પરિણામ ગાય, વૃક્ષ, પર્વત વગેરરૂપે થાય છે. આ રીતે જળ વગેરે ભૂતોના સ્નેહ, ઉષ્ણતા, વહનશીલતા, અને અવકાશપ્રદાન કરવો વગેરે ગુણોનો સ્વીકાર કરીને સમાન એવું એક પરિણામ થાય છે, એમ સમજવું જોઈએ. કોઈપણ પદાર્થ જ્ઞાન સાથે અસહભાવી નથી. (પદાર્થ અને એના જ્ઞાનનો નિત્ય સહભાવ છે.) પરંતુ જ્ઞાન પદાર્થ વગર પણ સ્વપ્ન વગેરેમાં કલ્પિતરૂપવાળું જોવામાં આવે છે. આના આધારે કેટલાક લોકો પદાર્થને જ્ઞાનની પરિકલ્પનામાત્ર ગણીને, એના સ્વરૂપને નકારે છે, અને પદાર્થો સ્વપ્નમાં જોયેલા વિષયો જેવા છે, હકીકતમાં અસ્તિત્વ ધરાવતા નથી, એમ કહે છે. પરંતુ વસ્તુસત્તારૂપ જગત પોતાના સામર્થ્યથી અસ્તિત્વ ધરાવે છે. તેઓ કાલ્પનિક અને અપ્રમાણિક જ્ઞાનનો દાખલો આપીને વસ્તુસત્તાને નકારીને એનો અપલાપ કરે છે; એમના કથનમાં શ્રદ્ધા કેવી રીતે રખાય? ૧૪
तत्त्ववैशारदी भवतु वैगुण्यस्येत्थं परिणामवैचित्र्यम् । एकस्तु परिणामः पृथिवीति वा तोयमिति वा कुतः नानात्मन एकत्वविरोधादित्याशङ्क्य सूत्रमवतारयति-यदा तु सर्वे गुणा इति । परिणामैकत्वाद्वस्तुतत्त्वम् । बहूनामप्येकः परिणामो दृष्टः । तद्यथा गवाश्वमहिषमातङ्गानां रुमानिक्षिप्तानामेको लवणत्वजातीयलक्षणः परिणामो वर्तितैलानलानां च प्रदीप. इति । एवं बहुत्वेऽपि गुणानां परिणामैकत्वम् ।