________________
પા. ૩ સૂ. ૫૨] વ્યાસ રચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વવૈશારદી [૩૯૧
પ્રથમકલ્પિકનું લક્ષણ “તત્રાભ્યાસી” વગેરેથી કહે છે. માત્ર શરૂઆત કરી છે, પણ પરચિત્ત વગેરેના જ્ઞાનરૂપ જ્યોતિને વશ કર્યો નથી, એવો યોગી પ્રથમકલ્પિક કહેવાય છે.”ઋતંભરપ્રજ્ઞઃ” વગેરેથી બીજાવિષે કહે છે, જેને માટે “ઋતંભરા તત્ર પ્રજ્ઞા” ૧.૪૮. એમ કહ્યું છે. એ ભૂતો અને ઇન્દ્રિયોનો જય કરવા માગે છે.
ભૂતેન્દ્રિયજયી” વગેરેથી ત્રીજા વિષે કહે છે. એણે સ્થૂલ તેમજ ગ્રહણ વગેરે પર સંયમ કરીને ભૂતો અને ઇન્દ્રિયો જીત્યાં છે. “સર્વેષ ભાવિતેષ..” વગેરેથી એના વિષે આગળ કહે છે કે એણે ભૂતો અને ઇન્દ્રિયોનો જય કર્યો હોવાથી અને પરિચિત્ત વગેરેનું જ્ઞાન મેળવ્યું હોવાથી પોતાનું રક્ષાબંધન કર્યું છે. એ કારણે એ અત થતો નથી. વળી ભાવના વડે વિશીકા વગેરે ભૂમિઓ મેળવવાનો અને પરવૈરાગ્ય સુધીનાં કર્તવ્યો માટેનાં જરૂરી સાધનો એણે મેળવ્યાં છે. પુરુષના સાધન વિષયક પ્રયત્નથી જ સાધ્ય સિદ્ધ થાય છે. “ચતુર્થ” વગેરે થી ચોથાવિષે કહે છે. એ જીવન્મુક્ત, ચરમ (છેલ્લા) દેહવાળા ભગવાનને ચિત્તવિલય એ એક કર્તવ્ય બાકી છે. “તત્ર મધુમતી વગેરેથી બધા પ્રકારના યોગીઓમાં જેને નિમંત્રણ આપવામાં આવે છે, એ યોગીને નક્કી કરે છે. પ્રથમકલ્પિકમાં મહેન્દ્રાદિ દેવોને એ(વિવેકપ્રાપ્તિ)ની શંકા જ નથી. ત્રીજાએ ભૂતો અને ઇન્દ્રિયો વશ કરીને એની પ્રાપ્તિ કરી છે, તેથી એને નિમંત્રણ કરવામાં આવતું નથી. ચોથાએ પરવૈરાગ્યવડે આસક્તિની સંભાવના પાછળ છોડી છે. માટે બાકી રહેલો ઋતંભરા પ્રજ્ઞાવાળો યોગી એમના ઉપનિમંત્રણનો વિષય છે. વૈહાયસ એટલે આકાશમાં ગતિ કરે એવું. અક્ષય એટલે અવિનાશી. અર એટલે હંમેશ નવું રહે એવું. “ સ્માદય સુસ્થિતમન્યતયા” વગેરેથી અભિમાનનો દોષ કહે છે. અભિમાનથી પોતાને સુસ્થિત માનીને અનિત્યતાની ભાવના નહીં કરે, એમાં ચિત્તનું પ્રણિધાન નહીં કરે. શેષ સુગમ છે. ૫૧
क्षणतत्क्रमयोः संयमाद्विवेकजं ज्ञानम् ॥५२॥
ક્ષણ અને એમના ક્રમ પર સંયમ કરવાથી વિવેકજન્ય જ્ઞાન ઉત્પન્ન થાય છે. પર
भाष्य
यथापकर्षपर्यन्तं द्रव्यं परमाणुरेवं परमाकर्षपर्यन्तः कालः क्षणः । यावता वा समयेन चलितः परमाणुः पूर्वदेशं जह्यादुत्तरदेशमुपसंपद्येत स कालः क्षणः, तत्प्रवाहाविच्छेदस्तु क्रमः । क्षणतत्क्रमयोर्नास्ति वस्तुसमाहार इति बुद्धिसमाहारो मुहूर्ताहोरात्रादयः । स खल्वयं कालो वस्तुशून्यो