________________
પા. ૩ સૂ. ૫૧] વ્યાસ રચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વવૈશારદી [ ૩૮૯
પ્રથમકલ્પિક, મધુભૂમિક, પ્રજ્ઞાજ્યોતિ અને અતિક્રાન્તભાવનીય એ ચાર પ્રકારના યોગીઓ છે. અભ્યાસ શરૂ કરતાં, જયોતિની પ્રવૃત્તિ ફક્ત શરૂ થઈ છે, એવો પહેલો પ્રથમકલ્પિક છે. ઋતંભરા પ્રજ્ઞાવાળો બીજો છે. ભૂતો અને ઇન્દ્રિયોને જીતનાર ત્રીજો છે, જેણે બધા ભાવિત અને ભાવનીયોમાં રક્ષાબંધની વ્યવસ્થા કરી છે, અને જે કર્તવ્યનાં સાધનોથી યુક્ત છે. ચોથા અતિક્રાન્ત ભાવનીય યોગી માટે ફક્ત ચિત્તવિલયરૂપ એક જ કર્તવ્ય બાકી છે; એની પ્રજ્ઞા સાત પ્રાન્તભૂમિઓવાળી છે.
મધુમતી ભૂમિને સાક્ષાત્કારથી પ્રાપ્ત કરનાર બ્રાહ્મણ પાસે સ્થાનવાળા દેવો, એ સત્ત્વ વિશુદ્ધિ કરશે એમ જોતાં, સ્થાનોમાં રહેવા માટે નિમંત્રણ (પ્રાર્થના) કરતાં કહે છે:” હે મહાત્મા, અહીં બેસો, અહીં રમો. આ ભોગ ઇચ્છવા યોગ્ય છે. આ કન્યા કમનીય છે. આ રસાયણ ઘડપણ અને મૃત્યુનો નાશ કરે છે. આ વિમાન આકાશગામી છે. આ કલ્પવૃક્ષો (ઇચ્છા પ્રમાણે ફળ આપે) છે. આ પુસ્યા મંદાકિની છે. આ સિદ્ધ મહર્ષિઓ છે. આ ઉત્તમ, અનુકૂળ અપ્સરાઓ છે. દિવ્ય શ્રોત્ર અને નેત્ર પ્રાપ્ત કરો. વજ જેવું દઢ શરીર પ્રાપ્ત કરો. આ બધું આપ આયુષ્યમાને આપના ગુણોથી મેળવ્યું છે. આ સ્થાન અક્ષય, અજર, અમર અને દેવોને પ્રિય છે.”
જ્યારે આવું કહેવામાં આવે ત્યારે સંગથી થતા દોષોની ભાવના કરે : ““સંસારના ભયંકર અંગારાઓમાં શેકાતાં અને જન્મમરણના અંધકારમાં ભટકતાં, મેં કોઈ રીતે (પૂર્વપુણ્યથી) આ ક્લેશાંધકારનો નાશ કરનાર યોગપ્રદીપ પ્રાપ્ત કર્યો છે. તૃષ્ણાથી જન્મેલા વિષયવાયુઓ આ પ્રદીપના પ્રતિપક્ષી છે. તો જેને પ્રકાશ પ્રાપ્ત થયો છે એવો હું કેવી રીતે આ વિષયમૃગતૃષ્ણાથી છેતરાઈને, વળી પાછો એ જ પ્રજ્વલિત અગ્નિ માટે પોતાને ઇંધન બનાવું? સ્વપ્ન જેવા અને કુપણ લોકો વડે ઇચ્છનીય વિષયોનું કલ્યાણ થાઓ.” એમ બુદ્ધિથી નિશ્ચય કરીને સમાધિની ભાવના ચાલુ રાખે. સંગ ન કરવો એટલું જ નહી, પણ દેવો મારી પ્રાર્થના કરે છે એમ અભિમાન પણ ન કરવું. જો અભિમાન ઉત્પન્ન થાય તો પોતાને ગન્તવ્ય પ્રાપ્ત થઈ ગયું છે એમ માનીને, મૃત્યુવડે કેશોમાં પકડાયેલો હોય એમ પોતાને માનશે નહી. અને એમ થતાં છિદ્ર ખોળતો અને સતત કરવા યોગ્ય પ્રયત્નમાં વિઘ્નરૂપ પ્રમાદ, બહાનું