________________
પ. ૩ સૂ. ૫૦] વ્યાસ રચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્તવૈશારદી [૩૮૭
प्रसवसमर्थानि तानि सह मनसा प्रत्यस्तं गच्छन्ति । तेषु प्रलीनेषु पुरुषः पुनरिदं तापत्रयं न भुङ्क्ते । तदेतेषां गुणानां मनसि कर्मक्लेशविपाकस्वरूपेणाभिव्यक्तानां चरितार्थानामप्रतिप्रसवे पुरुषस्यात्यन्तिको गुणवियोगः कैवल्यम् । तदा स्वरूपप्रतिष्ठा चितिशक्तिरेव पुरुष इति ॥५०॥
જયારે યોગીને એમ સમજાય છે કે ક્લેશકર્મોનો નાશ થતાં બુદ્ધિસત્ત્વમાં ઉત્પન્ન થયેલો આ વિવેક સત્ત્વનો ધર્મ છે, અને સત્ત્વ ગુણ હોવાથી) હેય પક્ષમાં છે, અને આ પુરુષ અપરિણામી, શુદ્ધ અને સત્ત્વથી ભિન્ન છે, ત્યારે એ એનાથી પણ વિરક્ત થાય છે. અને (અવિદ્યા) વગેરે યોગીનાં જે ક્લેશબીજો છે, એ બળેલા ડાંગરના બીજ જેવાં, અંકુરિત થવામાં અસમર્થ બને છે, અને એ બધાંનો ચિત્ત સાથે અસ્ત થાય છે. એમનો અસ્ત કે પ્રલય થતાં પુરુષ (આત્મા) ફરીથી ત્રણ પ્રકારના તાપ ભોગવતો નથી. ચિત્તમાં ક્લેશ અને કર્મવિપાકરૂપે પ્રગટ થયા હતા, એ ગુણો ચરિતાર્થ (કૃતકૃત્ય) બનીને ફરીથી વિકારોરૂપે અંકુરિત થતા નથી, ત્યારે પુરુષનો આત્યંતિક (હંમેશ માટે) ગુણવિયોગ થાય છે, એ કૈવલ્ય છે. ત્યારે સ્વરૂપમાં પ્રતિષ્ઠિત થયેલી ચિતિશક્તિ જ પુરુષ (આત્મા) છે. (એટલે એ સ્થિતિમાં ચૈતન્યસ્વરૂપ આત્મા સ્વરૂપપ્રતિષ્ઠ કહેવાય છે). ૫૦
तत्त्व वैशारदी संयमान्तराणां पुरुषार्थाभासफलत्वाद्विवेकख्यातिसंयमस्य पुरुषार्थतां दर्शयितुं विवेकख्यातेः परवैराग्योपजननद्वारेण कैवल्यं फलमाह-तद्वैराग्यादपि दोषबीजक्षये कैवल्यम् । यदास्य योगिनः क्लेशकर्मक्षयः एवं ज्ञानं भवति । किंभूतमित्याहसत्त्वस्यायं विवेकप्रत्ययो धर्मः । शेषं तत्र तत्र व्याख्यातत्वात् सुगमम् ॥५०॥
“તદ્ વૈરાગ્યાદિપિ” વગેરે સૂત્ર બીજ સંયમો ફક્ત પુરુષાર્થભાસ ફળવાળા છે, અને સાચો પુરુષાર્થ વિવેકખ્યાતિરૂપ સંયમથી સિદ્ધ થાય છે, એમ દર્શાવી વિવેકખ્યાતિ, પર વૈરાગ્ય ઉત્પન્ન કરીને, કેવલ્યરૂપ ફળ આપે છે, એમ કહે છે. યોગીનાં ક્લેશકર્મ નાશ પામે, ત્યારે આવું જ્ઞાન ઉત્પન્ન થાય છે. કેવું જ્ઞાન થાય છે? એના જવાબમાં “સત્વસ્યાય વિવેકપ્રત્યયો ધર્મથી કહે છે કે આ વિવેકશાન સત્ત્વનો ધર્મ છે, અને પુરુષ એનાથી અન્ય છે એવું જ્ઞાન થાય છે. બાકીનું તે તે જગાએ સમજાવ્યું છે, માટે સરળ છે. ૫૦