________________
૩૮૬]
પતંજલિનાં યોગસૂત્રો
[પા. ૩ સૂ. ૫૦
तदुपशमे तु तद्वश्यं योगिनो वशिनः । तस्मिन्वश्ये योगिनः सत्त्वपुरुषान्यताख्यातिमात्ररूपप्रतिष्ठस्य सर्वभावाधिष्ठातृत्वम् । एतदेव विवृणोति सर्वात्मान इति । व्यवसायव्यवसेयात्मानो जडप्रकाशरूपा इत्यर्थः । तदनेन क्रियैश्वर्यमुक्तम् । ज्ञानैश्वर्यमाहसर्वज्ञातृत्वमिति । अस्या अपि द्विविधायाः सिद्धेवैराग्याय योगिजनप्रसिद्धां संज्ञामाहएषा विशोकेति । क्लेशाश्च बन्धनानि च कर्माणि । तानि क्षीणानि यस्य स तथा II૪૬II
“સત્પુરુષાન્યતાખ્યાતિ” વગેરે સૂત્ર જ્ઞાન અને ક્રિયા રૂપ ઐશ્વર્યના કારણભૂત સંયમો - સાક્ષાત્ કે પરંપરાથી પોતે ઉત્પન્ન કરેલી સિદ્ધિઓના ઉપસંહાર (પરિણામ) રૂપે મેળવેલી શ્રદ્ધા વડે – જે ઉચ્ચતમ સિદ્ધિના સાધનરૂપ છે, એ સત્વ એ પુરુષની ભિન્નતાના જ્ઞાનથી ઉત્પન્ન થતી અવાજોર (ગૌણ) સિદ્ધિઓ દર્શાવે છે. વૈશારદ (જ્ઞાનનિષ્ઠા) રજસ, તમસના નાશથી થાય છે. એનાથી પરવશીકાર નામનો પરવૈરાગ્ય ઉત્પન્ન થાય છે. રજોગુણ અને તમોગુણના ઉપદ્રવોથી ઘેરાયેલું ચિત્ત યોગીના વશમાં ન હતું, એ ઉપદ્રવો શાન્ત થતાં એને વશ થાય છે. માટે આવો યોગી વશી કહેવાય છે. ચિત્ત વશ થતાં યોગી સત્વ અને પુરુષની અન્યતાના જ્ઞાનમાત્રમાં પ્રતિષ્ઠિત થાય છે. અને સર્વ ભાવોનો અધિષ્ઠાતા બને છે.
સર્વાત્માન” વગેરેથી આ બાબતનું સ્પષ્ટ વિવરણ કરે છે. આ ક્રિયારૂપ ઐશ્વર્ય કહ્યું. “સર્વજ્ઞાતૃત્વમ્” વગેરેથી જ્ઞાનરૂપ ઐશ્વર્ય કહે છે. આ બે પ્રકારની સિદ્ધિમાં પણ વૈરાગ્ય થાય એ હેતુથી યોગીઓમાં પ્રસિદ્ધ સંજ્ઞા વિશોકા કહે છે. કલેશો અને કર્મો બંધનો છે. જે યોગીનાં બંધનો ક્ષીણ થયાં છે, એવો વશી યોગી સુખપૂર્વક વિહરે છે. ૪૯
तद्वैराग्यादपि दोषबीजक्षये कैवल्यम् ॥५०॥
એ (વિવેકખ્યાતિ) માં પણ વૈરાગ્ય થવાથી દોષના બીજ (અવિદ્યા)નો નાશ થતાં કૈવલ્ય (મોક્ષ) પ્રાપ્ત થાય છે. ૫૦
भाष्य यदास्यैवं भवति क्लेशकर्मक्षये सत्त्वस्यायं विवेकप्रत्ययो धर्मः, सत्त्वं च हेयपक्षे न्यस्तं पुरुषश्चापरिणामी शुद्धोऽन्यः सत्त्वादिति । एवमस्य ततो विरज्यमानस्य यानि क्लेशबीजानि दग्धशालिबीजकल्पान्य