________________
३८२]
પતંજલિનાં યોગસૂત્રો
[५. 3 सू. ४७
रूपं व्यवसायात्मकाः प्रकाशक्रियास्थितिशीला गुणा येषामिन्द्रियाणि साहंकाराणि परिणामः । पञ्चमं रूपं गुणेषु यदनुगतं पुरुषार्थवत्त्वमिति । पञ्चस्वेतेष्विन्द्रियरूपेषु यथाक्रमं संयमस्तत्र तत्र जयं कृत्वा पञ्चरूपजयाइन्द्रियजयः प्रादुर्भवति योगिनः ॥४७॥
સામાન્ય, વિશેષરૂપવાળા શબ્દાદિ ગ્રાહ્ય છે. એમાં ઇન્દ્રિયોની વૃત્તિ ગ્રહણ છે. આ ફક્ત સામાન્યના ગ્રહણના આકારનું નથી. વિષયની વિશેષતા જાણ્યા વિના મનથી કે ઇન્દ્રિયથી અનુવ્યવસાય (પછીથી વિષયની પ્રાપ્તિનો નિર્ણય કે પ્રયત્ન) કેવી રીતે થાય ? સ્વરૂપ એટલે પ્રકાશસ્વરૂપ બુદ્ધિસત્ત્વના સામાન્ય-વિશેષરૂપ અયુતસિદ્ધ અવયવોના ભેદમાં અનુગત સમૂહરૂપ દ્રવ્ય ઇન્દ્રિય છે. એમનું ત્રીજું રૂપ અમિતાલક્ષણ અહંકાર છે. એ સામાન્ય છે. ઇન્દ્રિયો એના વિશેષ છે. (અન્વય નામનું) ચોથું રૂપ વ્યવસાયાત્મક પ્રકાશ, ક્રિયા અને સ્થિતિશીલ ગુણો છે. અહંકાર સાથે ઇન્દ્રિયો એમનું પરિણામ છે. પાંચમું પુરુષાર્થવસ્વ રૂપ ગુણોમાં રહેલું છે. આ પાંચ ઇન્દ્રિયરૂપોમાં સંયમ કરવાથી તે તે સ્તરે જય પ્રાપ્ત થાય છે. અને પાંચે રૂપોના જયથી યોગી ઇન્દ્રિયજય સિદ્ધ કરે છે. ૪૭
तत्त्व वैशारदी जितभूतस्य योगिन इन्द्रियजयोपायमाह-ग्रहणस्वरूपास्मितान्वयार्थवत्त्वसंयमादिन्द्रियजयः । ग्रहणं च स्वरूपं चास्मिता चान्वयश्चार्थवत्त्वं च तेषु संयमस्तस्मादित्यर्थः । गृहीतिर्ग्रहणम्, तच्च ग्राह्याधीननिरूपणमिति ग्राह्यं दर्शयतिसामान्यविशेषात्मेति । ग्राह्यमुक्त्वा ग्रहणमाह-तेष्विति । वृत्तिरालोचनं विषयाकारा परिणतिरिति यावत् । ये त्वाहुः-सामान्यमात्रगोचरेन्द्रियवृत्तिरिति तान्प्रत्याह-न चेति । गृह्यत इति ग्रहणम् । न सामान्यमात्रगोचरं ग्रहणम् । बाह्येन्द्रियतन्त्रं हि मनो बाह्ये प्रवर्तते, अन्यथान्धबधिराद्यभावप्रसङ्गात् । तदिह यदि न विशेषविषयमिन्द्रियं तेनासावनालोचितो विशेष इति कथं मनसानुव्यवसीयेत ·। तस्मात्सामान्यविशेषविषयमिन्द्रियालोचनमिति तदेतद्ग्रहणमिन्द्रियाणां प्रथमं रूपम् । द्वितीयं रूपमाहस्वरूपं पुनरिति । अहङ्कारो हि सत्त्वभागेनात्मीयेनेन्द्रियाण्यजीजनत् । अतो यत्तत्र करणत्वं सामान्यं यच्च नियतरूपादिविषयत्वं विशेषस्तदुभयमपि प्रकाशात्मकमित्यर्थः । तेषां तृतीयं रूपमिति । अहङ्कारो हीन्द्रियाणां कारणमिति यत्रेन्द्रियाणि तत्र तेन भवितव्यमिति सर्वेन्द्रियसाधारण्यात्सामान्यमिन्द्रियाणामित्यर्थः । चतुर्थं रूपमिति ।