________________
પા. ૩ સૂ. ૪૭] વ્યાસ રચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વશારદી [૩૮૧
સાહસ કરતા નથી. પદાર્થોની શક્તિઓ તો જાતિ, દેશ, કાળ, અવસ્થાના ભેદોથી અનિશ્ચિત સ્વભાવની હોય છે. એમને યોગી પોતાના સંકલ્પમુજબ ચલાવે એ યોગ્ય છે. (પદાર્થ વિપર્યાસ યોગ્ય નથી). આ આઠ ઐશ્વર્યો છે. અણિમા વગેરેની પ્રાપ્તિથી ભૂતોના ધર્મો વડે અનભિઘાત સિદ્ધ છે, છતાં ફરીથી “તર્માનભિઘાત” કહેવાનો આશય એ છે કે કાયસિદ્ધિની જેમ આ સૂત્રમાં કહેલા બધા વિષયોમાં કરેલો સંયમ અવશ્ય સફળ થાય છે, એમ સમજવું જોઈએ. બીજું સુગમ છે. ૪૫
रूपलावण्यबलवज्रसंहननत्वानि कायसंपत् ॥४६॥ રૂપ, લાવણ્ય, બળ, વજ જેવી દઢતા કાયસંપત છે. ૪૬
માણે दर्शनीयः कान्तिमानतिशयबलो वज्रसंहननश्चेति ॥४६॥
યોગી દર્શનીય રૂપવાળો, કાન્તિમાનું, અત્યંત બળવાનું અને વજ જેવા દઢ શરીરવાળો બને છે. ૪૬
તત્ત્વ વૈશાલી कायसंपदमाह-रूपलावण्यबलवज्रसंहननत्वानि कायसंपत् । वज्रस्येव संहननमवयवव्यूहो दृढो निबिडो यस्य स तथोक्तः ॥४६।।
“રૂપલાવણ્ય” વગેરે સૂત્રથી કાયસંપત કહે છે. વજસંહનન એટલે દઢ, નિબિડ અવયવસંસ્થાનવાળો બને છે. ૪૬ ग्रहणस्वरूपास्मितान्वयार्थवत्त्वसंयमादिन्द्रियजयः ॥४७॥
ગ્રહણ, સ્વરૂપ, અસ્મિતા, અન્વય અને અર્થવન્દ્ર પર સંયમથી યોગી ઇન્દ્રિયજય સિદ્ધ કરે છે. ૪૭.
भाष्य सामान्यविशेषात्मा शब्दादिर्गाह्यः । तेष्विन्द्रियाणां वृत्तिर्ग्रहणम् । न च तत्सामान्यमात्रग्रहणाकारम् । कथमनालोचितः स विषयविशेष इन्द्रियेण मनसा वानुव्यवसीयेतेति । स्वरूपं पुनः प्रकाशात्मनो बुद्धिसत्त्वस्य सामान्य विशेषयोरयुतसिद्धावयवभेदानुगतः समूहो द्रव्यमिन्द्रियम् । तेषां तृतीयं रूपमस्मितालक्षणोऽहंकारः । तस्य सामान्यस्येन्द्रियाणि विशेषाः । चतुर्थं