________________
પતંજલિનાં યોગસૂત્રો
[પા. ૧ સૂ. ૧
विरोधित्वात्कारणविनाशाच्चेत्याह- क्षिणोति चेति । अत एव कर्मरूपाणि बन्धनानि श्लथयति । कर्म चात्रापूर्वमभिमतं कार्ये कारणोपचारात् । श्लथयति સ્વાર્યાવસાતિ । વક્ષ્યતિ ત્તિ ‘સતિ મૂળે તદ્વિપા:' (રા૬૩) તિા કિન્ન निरोधमभिमुखं करोत्यभिमुखीकरोति । स च संप्रज्ञातश्चतुष्प्रकार इत्याह- स चेति । असंप्रज्ञातमाह-सर्ववृत्तीति । रजस्तमोमयी किल प्रमाणादिवृत्तिः सात्त्विक वृत्तिमुपादाय संप्रज्ञाते निरुद्धा | असंप्रज्ञाते तु सर्वासामेव निरोध इत्यर्थः । तदिह भूमिद्वये समाप्ता या मधुमत्यादयो भूमयस्ताः सर्वास्तासु विदितः सार्वभौम इति सिद्धम् ॥१॥
૪]
જગતની ઉત્પત્તિના કારણ, ક્લેશ, કર્મવિપાક વગેરેથી રહિત અને સૌનું હિત કરનારા વૃષકેતુ(ભગવાન શંક૨)ને નમસ્કાર કરું છું. ૧
ઋષિ પતંજલિને વંદન કરી, વેદવ્યાસે લખેલા ભાષ્યપ૨ સંક્ષેપમાં સ્પષ્ટ થતા ઘણા અર્થવાળી વ્યાખ્યા કરવામાં આવે છે. ૨
ભગવાન પતંજલિએ પ્રારંભ કરવા ઇચ્છેલા શાસ્ત્રના વિષયને સંક્ષેપમાં રજૂ કરવા માટે, બુદ્ધિશાળીઓ એમાં પ્રવૃત્ત થાય એ માટે, અને સાંભળનાર (વાંચનાર) સરળતાથી સમજી શકે એ માટે પહેલા સૂત્ર ‘‘અથ યોગાનુશાસન'ની રચના કરી. એમાં પ્રયોજેલા પહેલા “અથ' શબ્દનો અર્થ સમજાવતાં કહે છે કે અહીં અથ શબ્દ આરંભ અર્થમાં વપરાયો છે, “અથ એષ જ્યોતિઃ” – હવે અહીં પ્રકાશ થયો- એ વાક્યમાં વાપરેલા અથ શબ્દની જેમ હવે પછીનો અર્થ બતાવતો નથી. અનુશાસન એટલે ઉપદેશ કરનારું શાસ્ત્ર. જેના વડે અનુશાસન કરવામાં આવે છે, એવી વ્યુત્પત્તિથી શાસ્ત્ર શબ્દ બન્યો છે. આની પ્રવૃત્તિ શમ, દમ વગેરે પછી થતી નથી, પણ તત્ત્વજ્ઞાનની વ્યાખ્યા કરવાની ઇચ્છા કે (ગુરુ પાસેથી તત્ત્વવિષે) સાંભળવાની ઇચ્છા પછી થાય છે. તત્ત્વજ્ઞાનની વ્યાખ્યા કરવાની કે સાંભળવાની ઇચ્છા પછી, તત્ત્વને જાણવાની ઇચ્છા અને તત્ત્વનું જ્ઞાન ઉત્પન્ન થતાં હોય છે. જેમ વેદમાં કહ્યું છે ‘તેથી શાન્ત, દાન્ત, ઉપરત, તિતિક્ષુ અને સમાહિત બનીને આત્મામાં જ આત્માને જુએ.” (બૃ.ઉ. ૪.૪.૨૩). શિષ્યનો પ્રશ્ન, તપ, અને રસાયણ વગેરેના ઉપયોગ પછી શાસ્રનિર્માણ સંભવિત હોવા છતાં, એમને અહીં કહ્યાં નથી. કારણ કે યોગશાસ્ત્રના પ્રામાણિકપણામાં શિષ્યની પ્રતીતિ (સમજ) અને પ્રવૃત્તિ ઉપયોગી નથી. એમના અભાવમાં પણ યોગશાસ્ત્ર ઉપાદેય છે, અને તેઓ હોય છતાં જો શાસ્ત્ર અપ્રામાણિક હોય તો એનું નિર્માણ ન કરવું જોઈએ. આનાથી તત્ત્વજ્ઞાન અને એની વ્યાખ્યા કરવાની ઇચ્છામાં આનન્તર્ય છે, એવા કથનનું નિરાકરણ થયું. પ્રારંભના અર્થમાં અથ શબ્દ માનીએ તો શાસ્ત્ર વડે જેનો પ્રારંભ અને રજૂઆત થાય છે, એ યોગથી બધાં શાસ્ત્રોના તાત્પર્યરૂપ અર્થના કથનથી