________________
પા. ૩ સૂ. ૨૧] વ્યાસરચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વવૈશારદી [ 339
સંસ્કારના સાક્ષાત્કારથી એનાથી સંબંધિત પૂર્વજન્મનો સાક્ષાત્કાર પણ થાય છે, એમ બીજાના ચિત્તના સાક્ષાત્કારથી એના આલંબનનો સાક્ષાત્કાર થતો હશે, એવી આશંકાથી કહે છે : પરચિતજ્ઞાન આલંબન સાથે થતું નથી, કારણ } એ એનો વિષય નથી. સંયમ સંબંધિત બાબતોના સંસ્કારને વિષય બનાવે છે. આ તો ફક્ત પરચિત્ત વિષયક છે, એવો અભિપ્રાય છે. ૨૦
★
कायरूपसंयमात्तद्ग्राह्यशक्तिस्तम्भे चक्षुःप्रकाशासंप्रयोगेऽन्तर्धानम् ॥२१॥
શરીરના રૂપપર સંયમ કરવાથી, રૂપની ગ્રાહ્યશક્તિ રોકાતાં, આંખ અને પ્રકાશનો સંયોગ ન થતાં અન્તર્ધાન સિદ્ધ થાય છે. ૨૧
भाष्य
कायस्य रूपे संयमाद् रूपस्य या ग्राह्याशक्तिस्तां प्रतिष्टभ्नाति । ग्राह्यशक्ति स्तम्भे सति चक्षुः प्रकाशासंप्रयोगेऽन्तर्धानमुत्पद्यते योगिनः । एतेन शब्दाद्यन्तर्धानमुक्तं वेदितव्यम् ॥२१॥
શરીરના રૂપમાં સંયમ કરવાથી રૂપની ગ્રાહ્યશક્તિ રોકાય છે. ગ્રાહ્ય શક્તિ રોકાતાં, આંખ અને પ્રકાશના સંયોગનો અભાવ થતાં યોગી અન્તર્ધાન (અદૃશ્ય) થાય છે. આનાથી શબ્દનું અંતર્ધાન પણ કહેવાઈ ગયેલું જાણવું જોઈએ. ૨૧
तत्ववैशारदी
कायरूपसंयमात्तद्ग्राह्यशक्तिस्तम्भे चक्षुः प्रकाशासंप्रयोगेऽन्तर्धानम् । पञ्चात्मकः कायः । स च रूपवत्तया चाक्षुषो भवति । रूपेण हि कायश्च तद्रूपं च चक्षुर्ग्रहणकर्मशक्तिमनुभवति । तत्र यदा रूपे संयमविशेषो योगिना क्रियते तदा रूपस्य ग्राह्यशक्ती रूपवत्कायप्रत्यक्षताहेतुः स्तम्भ्यते । तस्माद् ग्राह्यशक्तिस्तम्भे सत्यन्तर्धानं योगिनः । ततः परकीयचक्षुर्जनितेन प्रकाशेन ज्ञानेनासंप्रयोगः चक्षुर्ज्ञानाविषयत्वं योगिनः कायस्येति यावत् । तस्मिन्कर्तव्येऽन्तर्धानं कारणमित्यर्थः । एतेनेति । कायशब्दस्पर्शरसगन्धसंयमात्तद्ग्राह्यशक्तिस्तम्भे श्रोत्रत्वग्रसनघ्राणप्रकाशासंप्रयोगे तदन्तर्धानमिति सूत्रमूहनीयम् ॥२१॥
શરીર પંચાત્મક છે, અને રૂપવાળું હોવાથી ચક્ષુનો વિષય છે. રૂપને