________________
પ. ૩ સૂ. ૧૮] વ્યાસરચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વવૈશારદી [ ૩૩૫
साक्षात्क्रियायै समर्थः । अस्तु तत्र संयमात्तत्साक्षात्कारः, पूर्वजातिसाक्षात्कारस्तु कुत इत्यत आह- न च देशेति । निमित्तं पूर्वशरीरमिन्द्रियादि च । सानुबन्धसंस्कारसाक्षात्कार एव नान्तरीयकतया जात्यादिसाक्षात्कारमाक्षिपतीत्यर्थः । स्वसंस्कारसंयमं परकीयेष्वतिदिशति परत्राप्येवमिति ।
अत्र श्रद्धोत्पादेहेतुमनुभवत आवट्यस्य जैगीषव्येण संवादमुपन्यस्यति अत्रेदमाख्यानं श्रूयत इति । महाकल्पो महासर्गः । तनुधर इति निर्माणकायसंपदुक्ता । भव्यः शोभनो विगलितरजस्तमोमल इत्यर्थः । प्रधानवशित्वमैश्वर्यम् । तेन हि प्रधानं विक्षोभ्य यस्मै यादृशी कायेन्द्रियसंपदं दित्सति तस्मै तादृशी दत्ते । स्वकीयानि च कायेन्द्रियसहस्राणि निर्मायान्तरिक्षे दिवि भुवि च यथेच्छं विहरतीति । संतोषो हि तृष्णाक्षयो बुद्धिसत्त्वस्य प्रशान्तता धर्मः ॥१८॥
જ્ઞાનથી ઉત્પન્ન થયેલા સંસ્કારો સ્મૃતિના હેતુ છે. અવિદ્યા વગેરેના સંસ્કારો અવિદ્યાદિ ક્લેશોના હેતુ છે. વિપાક એટલે, જન્મ, આયુષ્ય અને ભોગ. ધર્માધર્મ એના હેતુ છે. પૂર્વજન્મમાં ઉત્પન્ન થયેલા એટલે પોતાનાં કારણોથી સંસ્કારોને અનુરૂપ પ્રગટ થયા હશે એમ જાણી શકાય છે. પરિણામ, ચેષ્ટા, નિરોધ, શક્તિ અને જીવનની જેમ એ પણ ચિત્તના ન દેખાય એવા ધર્મો છે. સાંભળેલા, અનુમાનથી જાણેલા, અને પોતાનાં કારણોવાળા સંસ્કારોમાં કરેલો સંયમ, આ બંને પ્રકારના સંસ્કારોનો સાક્ષાત્કાર કરાવવા માટે સમર્થ છે.
ભલે. એમાં સંયમ કરવાથી એનો સાક્ષાત્કાર તો થઈ શકે, પણ પૂર્વ જન્મનો સાક્ષાત્કાર કેવી રીતે થઈ શકે ? જવાબમાં “ન ચ દેશકાલ” વગેરેથી કહે છે કે પહેલાંનું શરીર અને ઇન્દ્રિયો નિમિત્ત છે. સંબંધિત નિમિત્તો સાથે સંસ્કારોનો સાક્ષાત્કાર, કશા વ્યવધાનવિના જન્મ વગેરેના સાક્ષાત્કારને સૂચવે છે. “પરત્રાÀવમેવ..” વગેરેથી સંસ્કારો પર સંયમને અન્યમાં તબદીલ કરે છે.
અત્રેદમાખ્યાન શૂયતે” વગેરેથી આ વિષે શ્રદ્ધા ઉત્પન્ન કરવા માટે સ્વાનુભવથી જણનાર જૈગિષત્ર સાથે આવઢ મુનિનો સંવાદ રજૂ કરે છે. મહાસર્ગ એટલે મહાકલ્પ. તનુજરથી યોગવડે નિર્માણકાય ઉત્પન્ન કરવાનું ઐશ્વર્ય કહ્યું. ભવ્ય એટલે શુભ, રજન્સ, તમન્ વિનાનું બુદ્ધિસત્વ એવો અર્થ છે. પ્રધાનવશિત્વ ઐશ્વર્ય છે. એનાથી પ્રકૃતિમાં ક્ષોભ ઉત્પન્ન કરી, જેને જે પ્રકારની શરીરેન્દ્રિય સંપત્તિ આપવા ઇચ્છે, એને આપી શકે છે. પોતે હજારો શરીરો, ઈન્દ્રિયોનું નિર્માણ કરીને, ઘુલોકમાં અને પૃથ્વી પર યથેચ્છ વિહરી શકે છે. સંતોષ એટલે તૃષ્ણાલયથી ઉત્પન્ન થતો બુદ્ધિસત્ત્વનો શાંતિરૂપ ધર્મ. ૧૮