________________
પા. ૩ સૂ. ૧૭] વ્યાસ રચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વશારદી [૩૩૧
કહેવાની શક્તિ હોય છે. તેથી એક એક વર્ણ જેમ બધા શબ્દો કહેવાની શક્તિવાળો હોય છે. એમ એક એક શબ્દ પણ બધાં વાક્યોના અર્થને કહેવાની શક્તિથી ખચિત હોય છે. “સર્વપદેષુ ચાસ્તિ વાક્યશક્તિ”થી આ જ વાત કહી છે. “વૃક્ષ” એમ કહેતાં “છે” એમ સૂચવાય છે. અધ્યાહારથી પ્રાપ્ત “અસ્તિ” - છે- શબ્દ સાથે “વૃક્ષ” શબ્દ વાક્યર્થમાં પ્રવર્તે છે કે વાક્યના ભાગ તરીકે આવે છે. “છે”નું સૂચન શાથી થાય છે? એના જવાબમાં “ને સત્તા પદાર્થો વ્યભિચરતિ”થી કહે છે કે પદાર્થ સત્તા વગરનો હોઈ શકે નહીં.
લોક (વ્યવહાર) જ શબ્દોના અર્થ નક્કી કરવાનો ઉપાય છે. એ એકલા શબ્દના અર્થને છે એવા અર્થ સાથે સમાસ કરીને (જોડીને) એને વાક્યર્થ બનાવી દે છે. વસ્તુ અને સત્તાનો આ “સહભાવ” છે. તેથી શબ્દતત્ત્વવિશેષજ્ઞોનો આવો વ્યવહાર છે કે જ્યાં અન્ય ક્રિયાપદ ન હોય ત્યાં “અસ્તિ”, “ભવન્તિ” વગેરે સત્તાવાચક ક્રિયાપદ પ્રયોજવું.
પ્રત્યેક શબ્દ ક્રિયા સહભાવી છે, એમ કહીને, પ્રત્યેક ક્રિયા કારક સહભાવી છે, એમ “તથા ચ પચતીયુક્ત...” વગેરેથી કહે છે. “પચતિ”- રાંધે છે- કહેવાથી એની સાથે અન્વય થઈ શકે એવાં બધાં કારકોનું સૂચન થાય છે, તેથી બિનજરૂરી કારકો બાદ કરવા માટે બીજા શબ્દો પ્રયોજી વાક્ય બનાવવામાં આવે છે. આમ ભેદ જ વાક્યર્થ છે. બિનજરૂરી પદ પણ વાક્યર્થમાં રહેલું જોવા મળે છે. તેથી “દષ્ટ ચ વાક્યર્થે પદરચનમ્” વગેરેથી કહે છે કે શબ્દોમાં અવશ્ય વાક્યશક્તિ રહેલી છે. આમ છતાં, શ્રોત્રિય વગેરે શબ્દ સ્વતંત્રપણે અર્થજ્ઞાન કરાવતા નથી,
જ્યાં સુધી “અસ્તિ” વગેરે પદો સાથે એમનો સમાસ ન થાય. એ પણ વાક્યનો અવયવ હોવાથી કલ્પિત છે, એવો ભાવ છે.
ભલે. પણ શબ્દોમાં જ વાક્યશક્તિ હોય, તો વાક્યની શી જરૂર છે? કારણ કે શબ્દથી જ વાક્યર્થજ્ઞાન થઈ શકે. એના જવાબમાં “તત્ર વાક્ય પદપદાર્થોભિવ્યક્તિઃ” વગેરેથી કહે છે કે અગાઉ જણાવ્યું એમ બીજા સાથે જોડાયાવિના એકલા શબ્દથી જાણવા ઇચ્છેલા પદાર્થનું જ્ઞાન થતું નથી. માટે વાક્યમાંથી કલ્પિત પદોને છૂટાં પાડીને, વાક્યના એકદેશ જેવો શબ્દ કારકવાચક કે ક્રિયાવાચક છે, એ એના પ્રકૃતિ-પ્રત્યયનો વિભાગ કરીને વ્યાકરણની રીતે સમજવું જોઈએ. શા માટે આટલું કષ્ટ ઉઠાવીને એ રીતે સમજવું જોઈએ ? એના જવાબમાં “અન્યથા ભવતિ અશ્વઃ અજાપય” વગેરેથી કહે છે કે “ઘટઃ ભવતિ”
ભવતિ ભિક્ષા દેહિ”, “ભવતિ તિષ્ઠતિ” વગેરેમાં નામ અને આખ્યાત (સંજ્ઞા અને ક્રિયાપદ)માં સમાનતા હોવાથી અર્થમાં ગૂંચવણ થશે. એ રીતે “વં અશ્વ:” (તે શ્વાસ લીધો) અને “અશ્વઃ યાતિ” (ઘોડો જાય છે) તેમજ “અજાપયઃ પિબ”