________________
૩૧૮ ]
પતંજલિનાં યોગસૂત્રો
[પા. ૩ સૂ. ૧૭
यस्तु श्वेतोऽर्थः स शब्दप्रत्यययोरालम्बनीभूतः । स हि स्वाभिरवस्थाभिर्विक्रियमाणो न शब्दसहगतो न बुद्धिसहगतः । एवं शब्द एवं प्रत्ययो नेतरेतरसहगत इत्यन्यथा शब्दोऽन्यथार्थोऽन्यथा प्रत्यय इति विभागः । एवं तत्प्रविभागसंयमाद्योगिनः सर्वभूतरुतज्ञानं संपद्यत इति આશા
અક્ષરોમાં વાણીનો અર્થ રહે છે. કાન ફક્ત ધ્વનિના પરિણામને વિષય બનાવે છે. ધ્વનિઓના ક્રમને એકી સાથે સંગઠિત કરનારી બુદ્ધિ પદ (શબ્દ)ને ગ્રહણ કરે છે.
અક્ષરો એકી સાથે ઉચ્ચારી શકાતા નથી, તેથી પરસ્પર મદદરૂપ બનતા નથી. તેઓ શબ્દને સ્પર્યા વિના અને અર્થને પ્રગટ કર્યા વિના ફક્ત આવિર્ભાવ અને તિરોભાવ પામે છે, તેથી પ્રત્યેક અક્ષર શબ્દસ્વરૂપ નથી એમ કહેવાય છે.
છતાં દરેક અક્ષર શબ્દનો આત્મા અને બધા અર્થો કહેવાની શક્તિથી યુક્ત છે. સહકારી બીજા અક્ષરો સાથે મળીને, જાણે કે સર્વ અર્થે કહી શકે એવી શક્તિવાળો બને છે. પ્રથમ અક્ષર બીજા સાથે અને બીજો પ્રથમ સાથે, એમ વિશેષ પ્રકારના ક્રમમાં ગોઠવાઈને, અનેક અક્ષરો, અર્થને પ્રગટ કરનારા સંકેતથી યુક્ત બનીને વિશેષ અર્થ પ્રગટ કરે છે. આમ તેઓ બધા અર્થો કહેવાની શક્તિવાળા છે, છતાં ગકાર, ઔકાર અને વિસર્ગ રૂપે “ગૌ:સ્વરૂપવાળા બનીને ગળામાં લટકતી ચામડી વગેરે વાળા અર્થને પ્રગટ કરે છે.
આમ અર્થના સંકેતથી યુક્ત અને વિશેષ ક્રમમાં ઉચ્ચારાતા ધ્વનિઓ એક એકમ બનીને, બુદ્ધિમાં એક અર્થ પ્રગટ કરે છે, એને વાચક શબ્દ કહેવામાં આવે છે, જે વિશેષ વાચ્ય અર્થને કહેવાનો સંકેત ધરાવે છે. આ રીતે એક શબ્દ એક બુદ્ધિનો વિષય છે, એક (માનસિક) પ્રયત્ન (પ્રક્રિયા)થી ઉત્પન્ન થાય છે, એમાં વિભાગો કે અક્ષરોનો ક્રમ નથી, અને છેલ્લા ઉચ્ચારેલા અક્ષરના વ્યાપારથી બુદ્ધિમાં એક વિચાર ઉત્પન્ન કરે છે. કહેનાર પોતાના વિચારને અન્યમાં સંક્રાન્ત કરવા ઈચ્છે, ત્યારે એ વર્ણરૂપ શબ્દ વડે પોતાના ભાવને વ્યક્ત કરે છે, અને અન્ય વ્યક્તિ એને સાંભળે છે. આમ કહેનાર