________________
પા. ૩ સૂ. ૪] વ્યાસ રચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વશારદી [૨૭૭
खाण्डिक्याय केशिध्वज उपसंजहार
क्षेत्रज्ञः करणी ज्ञानं करणं तदचेतनम् । निष्पाद्य मुक्तिकार्यं वै कृतकृत्यं निवर्तते ॥ विष्णु पु. ६७।९२) इति ॥३॥
“તદેવાર્થમાત્રનિર્માસ..” વગેરે સૂત્રથી ધ્યાનથી સિદ્ધ થતી સમાધિનું લક્ષણ કહે છે. “ધ્યાનમેવ...” વગેરેથી ભાગકાર સૂત્ર સમજાવે છે.
ધેયકારનિર્માસમ્”... વગેરેથી કહે છે કે ફક્ત ધ્યેયનો આકાર જ પ્રકાશિત કરે, ધ્યાનનો આકાર નહીં. તેથી “શૂન્યમિવ”, જાણે કે શૂન્ય હોય એવો–એમ કહે છે.
જો શૂન્ય હોય તો પ્રકાશિત કેવી રીતે કરે ? એ માટે “ઈવ”નો પ્રયોગ કરે છે. એનો હેતુ જણાવતાં કહે છે કે બેયના સ્વભાવના આવેશને લીધે આવું બને છે. આ વિષયમાં પણ પુરાણ છે : “કલ્પના વિના એના જ સ્વરૂપનું ગ્રહણ, જે મન વડે ધ્યાનથી સિદ્ધ થાય છે, એ સમાધિ કહેવાય છે.” (વિ.પુ. ૬.૭.૯૦).
બેયથી ધ્યાનનો ભેદ કલ્પના છે, એ વિનાનું, એવો અર્થ છે. કેશિધ્વજ ખાંડિક્યને અષ્ટાંગયોગનો ઉપદેશ કરીને, એના ઉપસંહારમાં કહ્યું : “ક્ષેત્રજ્ઞ કરણી (સાધનનો પ્રયોગ કરનાર) છે. જ્ઞાન કરણ છે, જે અચેતન છે, અને મુક્તિરૂપ કાર્યને ઉત્પન્ન કરીને, કૃતકૃત્ય બનતાં નિવૃત્ત થાય છે.” (વિ.પુ. ૬.૭.૯૨). ૩.
त्रयमेकत्र संयमः ॥४॥ એ ત્રણ એક વિષયમાં થાય એ સંયમ છે. ૪
भाष्य तदेतद्धारणाध्यानसमाधित्रयमेकत्र संयमः । एकविषयाणि त्रीणि साधनानि संयम इत्युच्यते । तदस्य त्रयस्य तान्त्रिकी परिभाषा संयम इति III
એ ત્રણ એટલે ધારણા, ધ્યાન અને સમાધિ એક વિષય પર સધાય એ સંયમ છે. એકવિષયક ત્રણ સાધનોને સંયમ કહે છે. એ ત્રણની તાંત્રિક પરિભાષા સંયમ છે. ૪
तत्त्व वैशारदी धारणा ध्यानं समाधिरित्येतत्त्रयस्य तत्र तत्र नियुज्यमानस्य प्रातिस्विकसंज्ञोच्चारणे गौरवं स्यादिति लाघवार्थं परिभाषासूत्रमवतारयति-त्रयमेकत्र संयम इति ।