________________
२७४]
પતંજલિનાં યોગસૂત્રો
[.. 3 सू. १
मूर्त भगवतो रूपं सर्वोपाश्रयनिस्पृहम् । एषा वै धारणा ज्ञेया यच्चित्तं तत्र धार्यते ॥७७|| तच्च मूर्तं हरे रूपं यद्विचिन्त्यं नराधिप । तच्छ्रयतामनाधारा धारणा नोपपद्यते ॥७८॥ प्रसन्नवदनं चारुपद्मपत्रनिभेक्षणम् । सुकपोलं सुविस्तीर्णललाटफलकोज्ज्वलम् ॥७९॥ समकर्णान्तविन्यस्तचारुकुण्डलभूषणम् । कम्बुग्रीवं सुविस्तीर्णश्रीवत्साङ्कितवक्षसम् ॥८०॥ वलीविभङ्गिना मग्ननाभिना चोदरेण च । प्रलम्बाष्टभुजं विष्णुमथ वापि चतुर्भुजम् ॥८१।। समस्थितोरुजवं च स्वस्तिकाघिकराम्बुजम् । चिन्तयेद्ब्रह्मभूतं तं पीतनिर्मलवाससम् ॥८२॥ किरीटचारुकेयूरकटकादिविभूषितम् । शार्ङ्गचक्रगदाखड्गशङ्खाक्षवलयान्वितम् ॥८३॥ चिन्तयेत्तन्मयो योगी समाधायात्ममानसम् । तावद्यावद् दृढीभूता तत्रैव नृप धारणा ॥८॥ एतदातिष्ठतोऽन्यद्वा स्वेच्छया कर्म कुर्वतः । नापयाति यदा चित्तं सिद्धां मन्येत तां तदा ॥८५॥
__ (विष्णु पु. ६७७७-८५) इति ॥१॥ પહેલા અને બીજા પાદમાં સમાધિ અને એનાં સાધનો કહ્યાં. આ ત્રીજા પાદમાં યોગના અભ્યાસને અનુરૂપ શ્રદ્ધા ઉત્પન્ન થાય, એ માટે વિભૂતિઓ કહેવી જોઈએ. વિભૂતિઓ સંયમથી સિદ્ધ થાય છે. ધારણા, ધ્યાન અને સમાધિના સમુદાયને સંયમ કહે છે. વિભૂતિનું સાધન હોવાના કારણે, પાંચ બહિરંગ યોગાંગોની અપેક્ષાએ આ ત્રણ અંતરંગ છે, એવી એમની વિશેષતા પણ દર્શાવવા અહીં એમની રજૂઆત કરવામાં આવે છે.
ધારણા, ધ્યાન અને સમાધિમાં કાર્યકારણભાવ અને નિશ્ચિત પૂર્વાપર ક્રમ હોવાના કારણે, એ ક્રમ પ્રમાણે રજૂઆતનો ક્રમ પણ થાય, માટે “ઉક્તાનિ બહિરંગાણિ.” વગેરેથી સૌ પ્રથમ ધારણાનું લક્ષણ કહે છે. ધારણા એટલે ચિત્તનો સ્થાન સાથે બંધ એટલે સંબંધ. “નાભિચકે” વગેરેથી આધ્યાત્મિક સ્થાનો કહે છે.