________________
૨૭૨ ]
પતંજલિનાં યોગસૂત્રો
[પા. ૨ સૂ. ૫૫
“તતઃ પરમા વશ્યતા ઇન્દ્રિયાણામ્” સૂત્ર અગાઉ કહેલી વાતનો અનુવાદ કરે છે. શું બીજી ઇન્દ્રિયોની અપરમા વશ્યતા પણ છે, જેની અપેક્ષાએ આને “પરમા વશ્યતા” કહેવામાં આવે છે? હા. “શબ્દાદિષ” વગેરેથી એમને કહે છે. “સક્તિ” કે રાગ એટલે વ્યસન વગેરેથી એનું વિવરણ કરે છે. કેવી વ્યુત્પત્તિથી? “વ્યસ્થતિ, લિપતિ નિરતિ એનું શ્રેયસઃ ઇતિ” યોગીને શ્રેયથી દૂર ફેંકે છે, માટે એને “સક્તિ” કહે છે. એનો અભાવ અવ્યસન છે, એ જ વશ્યતા છે.
અવિરુદ્ધ પ્રતિપત્તિ” વગેરેથી બીજી વશ્યતા કહે છે. વેદથી અવિરુદ્ધ શબ્દ વગેરેનું સેવન એટલે વેદવિરુદ્ધ પ્રવૃત્તિનો અભાવ. એ ન્યાયસંગત છે, કારણ કે યુક્તિવિરુદ્ધ નથી. “શબ્દાદિસંપ્રયોગઃ સ્વેચ્છયા” વગેરેથી અન્ય વશ્યતા કહે છે. શબ્દ વગેરે સાથે સ્વેચ્છાપૂર્વક ઇન્દ્રિયોનો સંયોગ. આનાથી માણસ ભોગ્ય વિષે સ્વતંત્ર રહે છે, એના વશમાં થતો નથી, એવો અર્થ છે. વળી બીજી વશ્યતા કહે છે :રાગદ્વેષવગરનું સુખદુઃખ રહિત, તટસ્થ એવું શબ્દાદિનું જ્ઞાન, એમ કેટલાક કહે છે.
- પરમ ઋષિ જૈગિષથને સંમત અને સૂત્રકારને પણ અભિમત એવી વશ્યતા કહે છે - ચિત્તની એકાગ્રતાને લીધે ઇન્દ્રિયો સાથે ચિત્તની શબ્દાદિમાં અપ્રવૃત્તિ પરમા વશ્યતા છે. “પરમાણુ” વગેરેથી એની ઉત્કૃષ્ટતા દર્શાવે છે. “તું” શબ્દથી બીજી વશ્યતાઓ કરતાં આની વિશેષતા બતાવે છે.
બીજી વશ્યતાઓ વિષયરૂપ સર્પના વિષ સાથે સંયોગવાળી હોવાથી વિષજન્ય ક્લેશ સાથે સંપર્કની શંકા દૂર કરતી નથી. વિષવિદ્યાનો ઉત્કૃષ્ટ વિશેષજ્ઞ પણ, સર્પને વશમાં કરીને, ખોળામાં રાખીને વિશ્વાસપૂર્વક સૂઈ જતો નથી. આ છેલ્લી વશ્યતા બધા પ્રકારના વિષના સંપર્ક વગરની અને નિઃશંક બનાવનાર હોવાથી “પરમા” કહેવાય છે. જેમ યતમાન વૈરાગ્યમાં એક ઇન્દ્રિય પર વિજય પ્રાપ્ત કર્યા પછી, બીજી ઈન્દ્રિયોના વિજય માટે, પ્રયત્નની અપેક્ષા રહે છે, એવી અપેક્ષા ચિત્ત નિરોધ થતાં બહાર ભટકતી બધી ઇન્દ્રિયોના નિરોધ માટે અન્ય પ્રયત્નની અપેક્ષા રહેતી નથી, એવો અર્થ છે. પપ
क्रियायोगं जगौ क्लेशान्विपाकाकर्मणामिह । तदुःखत्वं तथा व्यूहान्यादे योगस्य पञ्चकम् ।।इति ॥
“ક્રિયાયોગ, ક્લેશો, કર્મવિપાક, એનાં દુ:ખો અને યોગના ભૂહો એમ પાંચ બાબતો આ પાદમાં કહી
इति श्री वाचस्पतिमिश्रविरचितायां पातञ्जलयोगसूत्रभाष्यव्याख्यायां तत्त्व वैशारद्यां द्वितीयः साधनपादः ॥२॥
આમ પાતંજલયોગસૂત્રભાષ્ય પર શ્રી વાચસ્પતિ મિશ્રવિરચિત તત્ત્વ વૈશારદીમાં બીજો સાધનપાદ સમાપ્ત થયો. ૨