________________
૨૭૦]
પતંજલિનાં યોગસૂત્રો
[પા. ૨ સૂ. ૫૫
वश्यता परमा तेन जायते निश्चलात्मनाम् ।
યાળામવર્તને યોની યોગસાધ: II (દા૭૪૪) તિ II૪ll આમ યમ વગેરેથી સંસ્કાર પામેલો યોગી સંયમની સિદ્ધિ માટે પ્રત્યાહાર આરંભે છે. એના લક્ષણને વર્ણવતું સૂત્ર રજૂ કરવા માટે “અથ કઃ પ્રત્યાહારઃ ?” એમ પ્રશ્ન પૂછે છે. “સ્વવિષયાસંપ્રયોગે...” વગેરે સૂત્ર છે. ચિત્ત મોહ, રાગ અને ક્રોધ ઉત્પન્ન કરે એવા શબ્દ વગેરે વિષયો સાથે જોડાતું નથી. એના એ અસંયોગથી આંખ વગેરે ઇન્દ્રિયો પણ એમની સાથે ન જોડાય, એ ઇન્દ્રિયોનો ચિત્તના સ્વરૂપ સાથે અનુકાર (અનુકરણ) છે. પરંતુ જે તત્ત્વમાં ચિત્ત પ્રવેશે છે, એમાં, બાહ્ય વિષયોમાં જ પ્રવર્તતી ઇન્દ્રિયો, ચિત્તનું અનુકરણ કરીને પ્રવેશી શકતી નથી. તેથી “ઇવ” જાણે કે અનુકરણ કરે છે એમ કહ્યું. “સ્વવિષય” વગેરેથી પોતાના વિષય સાથે અસંયોગરૂપ સાધારણ ધર્મનું, ચિત્તનું અનુકરણ નિમિત્ત છે, એમ સમી વિભક્તિના પ્રયોગથી દર્શાવ્યું. “ચિત્તનિરોધ...” વગેરેથી અનુકરણનું વિવરણ આપે છે. બંનેના નિરોધના હેતુરૂપ પ્રયત્ન એકસરખો છે, એ સમાનતા છે. “યથા મધુકરરાજસ્...” વગેરેથી દષ્ટાન્ત આપે છે. “તથા...” વગેરેથી સમજાવવા ઇચ્છેલા વિષયમાં યોજે છે. આ વિષે વિષ્ણુપુરાણનું વચન છે - “યોગના સ્વરૂપને જાણનાર શબ્દ વગેરે વિષયોમાં આસક્ત બનેલી ઇન્દ્રિયોનો નિગ્રહ કરી, ચિત્તનું અનુકરણ કરતી બનાવવાનો પ્રત્યાહારનો અભ્યાસ સતત કરે.” (વિષ્ણુપુરાણ ૬.૭.૪૩).
એનું પ્રયોજન પણ ત્યાં દર્શાવ્યું છે :- “એનાથી ઇન્દ્રિયો પૂર્ણપણે વશ થાય છે. ઇન્દ્રિયો વશમાં ન હોય, એવો યોગી યોગસાધક નથી.” (વિષ્ણુપુરાણ, ૬.૭.૪૪). ૫૪
ततः परमा वश्यतेन्द्रियाणाम् ॥५५॥ એનાથી ઇન્દ્રિયો પૂર્ણપણે વશ થાય છે. ૫૫
भाष्य
शब्दादिष्वव्यसनमिन्द्रियजय इति केचित् । सक्तिर्व्यसनं व्यस्यत्येनं श्रेयस इति । अविरुद्धा प्रतिपत्तिया॑य्या । शब्दादिसंप्रयोगः स्वेच्छयेत्यन्ये । रागद्वेषाभावे सुखदुःखशून्यं शब्दादिज्ञानमिन्द्रियजय इति केचित् । चित्तैकाग्रयादप्रतिपत्तिरेवेति जैगीषव्यः । ततश्च परमा त्वियं वश्यता यच्चित्तनिरोधे निरुद्धानीन्द्रियाणि नेतरेन्द्रियजयवत्प्रयत्नकृतमुपायान्तरमपेक्षन्ते योगिन इति ॥५५॥