________________
પા. ર સૂ. ૩૬ ] વ્યાસ રચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વશારદી [ ૨૫૧
એનાથી ઉત્પન્ન થયેલું ઐશ્વર્ય યોગીની સિદ્ધિ સૂચવે છે. દાખલા તરીકે –
अहिंसाप्रतिष्ठायां तत्सन्निधौ वैरत्यागः ॥३५॥
અહિંસા પ્રતિષ્ઠિત (સિદ્ધ) થતાં એ (યોગી)ની પાસે પ્રાણીઓ વૈર ત્યાગે છે. ૩૫
भाष्य
सर्वप्राणिनां भवति ॥३५॥ બધાં પ્રાણીઓ વૈર ત્યાગે છે. ૩૫
तत्त्व वैशारदी उक्ता यमनियमाः । तदपवादकानां च वितर्काणां प्रतिपक्षभावनातो हानिरुक्ता । संप्रत्यप्रत्यूहं यमनियमाभ्यासात् तत्तत्सिद्धिपरिज्ञानसूचकानि चिह्नान्युपन्यस्यति यत्परिज्ञानाद्योगी तत्र तत्र कृतकृत्यः कर्तव्येषु प्रवर्तत इत्याह- यदेति । अहिंसाप्रतिष्ठायां तत्संनिधौ वैरत्यागः । शाश्वतिकविरोधा अप्यश्वमहिषमूषकमार्जाराहिनकुलादयोऽपि भगवतः प्रतिष्ठिताहिंसस्य संनिधानात्तच्चित्तानुकारिणो वैरं परित्यजन्तीति ॥३५॥
યમનિયમો કહ્યા. એમાં વિન કરનારા વિતર્કોનો પ્રતિપક્ષ ભાવનાથી નાશ કહ્યો. “યદાસ્ય...” વગેરેથી હવે નિર્વિબે યમનિયમોના અનુષ્ઠાનથી તે તે સિદ્ધિના જ્ઞાનને સૂચવતાં ચિન્હો વર્ણવે છે. આના પૂરા જ્ઞાનથી યોગી સર્વત્ર સફળ થઈને પોતાના કર્તવ્યમાં જોડાય છે.
| નિત્ય વિરોધી અશ્વ-મહિષ, બિલાડી-ઉંદર, સાપ-નોળિયો વગેરે પણ અહિંસામાં પ્રતિષ્ઠિત થયેલા ભગવાનના સાન્નિધ્યમાં, એના (યોગીના) ચિત્તનું અનુસરણ કરીને વૈર ત્યજે છે. ૩૫
सत्यप्रतिष्ठायां क्रियाफलाश्रयत्वम् ॥३६॥ સત્ય પ્રતિષ્ઠિત થતાં, ક્રિયાનું ફળ આપનાર બને છે. ૩૬
भाष्य धार्मिको भूया इति भवति धार्मिकः । स्वर्ग प्राप्नुहीति स्वर्ग प्राप्नोति । अमोघास्य वाग्भवति ॥३६॥
ધાર્મિક બન (એમ યોગી કહે) તો ધાર્મિક બને છે. સ્વર્ગ મેળવ,