________________
પા. ૨ સૂ. ૩૪] વ્યાસરચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વવૈશારદી [૨૪૯
चामुमेवानुगतं विपाकमनिष्टं भावयन् न वितर्केषु मनः प्रणिदधीत ॥३४॥
હિંસા પોતે કરેલી, બીજા પાસે કરાવેલી અને અનુમોદિત કરેલી, એમ ત્રણ પ્રકારની છે. એમાંથી પ્રત્યેક ફરીથી, માંસ કે ચામડીના લોભથી, આણે મારું નુકસાન કર્યું છે, એમ ક્રોધથી, અને (યજ્ઞમાં હિંસા કરીશ તો) મને ધર્મનો લાભ થશે, એમ મોહથી કરેલી એમ ત્રણ પ્રકારની છે. વળી, લોભ, ક્રોધ અને મોહ (મૂદુ, મધ્યમ અને તીવ્ર) એમ ત્રણ પ્રકારના છે. આમ હિંસાના સત્તાવીસ ભેદો છે. મૃદુ, મધ્યમ અને તીવ્ર પણ ત્રણ ત્રણ પ્રકારના છે - મૃદુમૃદુ, મધ્યમમૃદુ, અને તીવ્રમૂદુ. તેમજ મૃદુમધ્યમ, મધ્યમમધ્યમ, અને તીવ્રમધ્યમ. તેમજ મૃદુતીવ્ર, મધ્યમતીવ્ર અને તીવ્રતીવ્ર. આમ હિંસાના એક્યાશી ભેદો છે. એ પણ પ્રાણધારી જીવો અસંખ્ય હોવાથી, નિયમ, વિકલ્પ અને સમુચ્ચયના ભેદોથી અસંખ્ય ભેદોવાળી છે. (માછલાંની જ હિંસા કરીશ એ નિયમ, માછલાં અથવા કરચલામાંથી એક ને જ મારીશ એ વિકલ્પ અને બધાં પ્રાણીઓને મારીશ એ સમુચ્ચય છે). આમ અસત્ય વગેરે વિષે પણ યોજવું.
આ બધા વિતર્કો અનંત દુઃખ અને અજ્ઞાન ફળવાળા છે, એમ વિચારવું, એ પ્રતિપક્ષ ભાવના છે. દુ:ખ અને અજ્ઞાનનો કદી અંત ન આવે એવા ફળવાળાં આ પાપો છે, એ પ્રતિપક્ષ (વિરોધી) વિચાર છે.
હિંસા કરનાર વધ્ય પ્રાણીના બળને દબાવી દે છે, પછી શસ્ત્રવગેરેનો પ્રયોગ કરી એને દુઃખી કરે છે, પછી એનો જીવનથી વિયોગ કરે છે. આ પાપકર્મના ફળરૂપે વધ્ય પ્રાણીના બળને દબાવી દીધું હોવાથી, હિંસા કરનારનાં ચેતન અને અચેતન ઉપકરણો શક્તિહીન થાય છે. એને દુઃખ આપ્યું હતું, તેથી નરકમાં, પશુ કે પ્રેતયોનિમાં દુઃખ અનુભવે છે. અને એના જીવનનો વિયોગ કર્યો હતો, તેથી જીવનનો અંત થાય, એવી પીડા ભોગવતો હોવા છતાં, અને મરણની ઇચ્છા કરતો હોવા છતાં, કર્મવિપાક રૂપ દુઃખ નિશ્ચિત્તરૂપે ફળનો અનુભવ કરાવનાર હોવાથી, ગમે તેમ શ્વાસ લે છે. ( મરી શકતો નથી). જો હિંસા પુણ્યકર્મ સાથે ભળેલી હોય, તો સુખ પ્રાપ્ત થાય ખરું, પણ એ અલ્પજીવી હોય છે. આમ અસત્ય વગેરેના વિષયમાં પણ યથા-સંભવ યોજના સમજવી જોઈએ. વિતર્કોનું