________________
પા. ૨ સૂ. ૩૩] વ્યાસ રચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વશારદી [૨૪૭
वितर्कबाधने प्रतिपक्षभावनम् ॥३३॥ વિતર્કથી બાધ થાય, તો વિરોધી ભાવના કરવી. ૩૩
भाष्य
यदास्य ब्राह्मणस्य हिंसादयो वितर्का जायेरन्हनिष्याम्यहमपकारिणमनृतमपि वक्ष्यामि, द्रव्यमप्यस्य स्वीकरिष्यामि, दारेषु चास्य व्यवायी भविष्यामि, परिग्रहेषु चास्य स्वामी भविष्यामीति । एवमुन्मार्गप्रवणवितर्कज्वरेणातिदीप्तेन बाध्यमानस्तत्प्रतिपक्षान्भावयेत्'घोरेषु संसाराङ्गारेषु पच्यमानेन मया शरणमुपागतः सर्वभूताभयप्रदानेन योगधर्मः । स खल्वहं त्यक्त्वा वितर्कान्पुनस्तानाददानस्तुल्यः श्ववृत्तेने 'ति भावयेत् । यथा श्वा वान्तावलेही तथा त्यक्तस्य पुनराददान इत्येवमादि सूत्रान्तरेष्वपि योज्यम् ॥३३॥
જ્યારે બ્રાહ્મણને હિંસા વગેરેના વિચારો આવે : “મારી હાનિ કરનારને મારી નાખીશ. જૂઠું પણ બોલીશ, એનું ધન લઈ લઈશ, એની પત્ની સાથે વ્યભિચાર કરીશ, એની વસ્તુઓનો માલિક બનીશ”. આમ અવળે માર્ગે દોરનારા વિચારોરૂપ તીવ્ર જવરથી પીડાતો હોય, ત્યારે એમના વિરોધી વિચારોની ભાવના કરે. “સંસારના ભયંકર અંગારાઓમાં શેકાઈ રહેલા મેં બધાં પ્રાણીઓને અભયદાનપૂર્વક યોગધર્મનું શરણ સ્વીકાર્યું છે. એનો ત્યાગ કરીને હવે જો હું આવા વિચારોનો ફરીથી સ્વીકાર કરું, તો હું કૂતરા જેવો ગણાઉં.” જેમ કૂતરો પોતે ઊલટી કરેલું ચાટે, એમ ત્યાગેલાનો ફરીથી સ્વીકાર કરનાર ગણાય છે. આવું બીજાં સૂત્રોમાં પણ યોજવું. ૩૩
तत्त्व वैशारदी _ 'श्रेयांसि बहुविघ्नानि' इत्येषामपवादसंभवे तत्प्रतीकारोपदेशपरं सूत्रमवतारयति-एतेषां यमनियमानामिति । सूत्रं-वितर्कबाधने प्रतिपक्षभावनम् । भाष्ये नास्ति તિરોહિતમિવ વિન રૂરૂા.
સારા કામમાં ઘણાં વિઘ્નો હોય છે, એમ યોગમાર્ગમાં પણ અપવાદોની શક્યતા છે. તેથી એમનો પ્રતિકાર શી રીતે કરવો, એનો ઉપદેશ કરતું સૂત્ર “એતેષાં યમનિયમાનામ્” કહીને “વિતર્કબાલને પ્રતિપક્ષ ભાવનમ્” પ્રસ્તુત કરે