________________
૨૪૪]
પતંજલિનાં યોગસૂત્રો
[પા. ૨ સૂ. ૩૨
परिपालनीयाः । सर्वभूमिषु सर्वविषयेषु सर्वथैवाविदितव्यभिचाराः सार्वभौमा महाव्रत-मित्युच्यन्ते ॥३१॥
જાતિથી મર્યાદિત અહિંસા એટલે માછીમારની માછલાં પૂરતી હિંસા, બીજે નહીં. દેશથી મર્યાદિત એટલે તીર્થસ્થાનમાં હિંસા ન કરવી. કાળથી મર્યાદિત એટલે ચૌદશ કે બીજા પવિત્ર દિવસોએ હિંસા ન કરવી એવો નિશ્ચય. એ ત્રણે હિંસાઓ ત્યાગનારની સમય કે પરિસ્થિતિની મર્યાદિત અહિંસા એટલે દેવો કે બ્રાહ્મણો સિવાય બીજા કોઈ માટે હિંસા કરીશ નહીં એવો નિશ્ચય. ક્ષત્રિયોની અહિંસા એટલે યુદ્ધમાં જ મર્યાદિત હિંસા, અન્યત્ર નહીં. આ રીતે જાતિ, દેશ, કાળ અને સમયથી મર્યાદિત નહીં એવાં અહિંસા વગેરે વ્રતો સર્વથા, સર્વદા પાળવાં જોઈએ. બધા દેશો અને વિષયોમાં કોઈપણ પ્રકારના અપવાદ વિના આ વ્રતો પાળવાનાં હોઈ સાર્વભૌમ મહાવ્રતો કહેવાય છે. ૩૧
तत्त्व वैशारदी सामान्यत उक्ताः । यादृशाः पुनर्योगिनामुपादेयास्तादृशान्वक्तुं सूत्रमवतारयतिते त्विति । जातिदेशकालसमयानवच्छित्राः सार्वभौमा महाव्रतम् । सर्वासु जात्यादिलक्षणासु भूमिषु विदिताः सार्वभौमाः । अहिंसादय इति । अन्यत्राप्यवच्छेद ऊहनीयः । सुगम માધ્યમ્ IIQશા
(અહિંસા વગેરે વ્રતો) સામાન્ય પણે કહ્યાં. યોગીઓ માટે ઉપાદેય (સ્વીકાય) ના સ્વરૂપને કહેવા માટે “તે તુથી “જાતિદેશકાલ” વગેરે સૂત્ર પ્રસ્તુત કરે છે. જાતિ વગેરે લક્ષણોવાળી બધી ભૂમિઓમાં પાળવાનાં હોવાથી સાર્વભૌમ અહિંસા વગેરે વ્રતો યોગીએ પાળવાં, એમ કહ્યું. આનાથી બીજા સત્ય, અસ્તેય વગેરે વ્રતોમાં પણ મર્યાદાનું અનુમાન કરવું જોઈએ. ભાષ્ય સરળ છે. ૩૧
शौचसन्तोषतपःस्वाध्यायेश्वरप्रणिधानानि नियमाः ॥३२॥ પવિત્રતા, સંતોષ, તપ, સ્વાધ્યાય અને ઈશ્વરપ્રણિધાન નિયમો છે.
भाष्य
तत्र शौचं मृज्जलादिजनितं मेध्याभ्यवहरणादि च बाह्यम् । आभ्यन्तरं चित्तमलानामाक्षालनम् । संतोषः संनिहितसाधनादधिक