________________
૨૪૨ ]
પતંજલિનાં યોગસૂત્રો
[પા. ૨ સૂ. ૩૦
અહિંસા વર્ણવે છે. “ઉત્તરે ચ” વગેરેથી અહિંસાની પ્રશંસા કરે છે. “તન્યૂલા..”થી કહે છે કે અહિંસા વ્રત પાળ્યા વિના બીજાં વ્રતો પાળ્યાં હોય, તો પણ ન પાળ્યા બરાબર છે, કારણ કે એ બધાં નિષ્ફળ થાય છે. એની સિદ્ધિ માટે અન્ય વ્રતોનું અનુષ્ઠાન થવું જોઈએ. અહિંસામૂલક એના પછીનાં બધાં વ્રતો હોય તો, અહિંસાને સિદ્ધ કરનારાં કેવી રીતે કહેવાય ? એના જવાબમાં “તતિપાદનાય” એમ કહે છે- બીજાં વ્રતો અહિંસાને શુદ્ધ અને પુષ્ટ કરવા માટે આચરવામાં આવે છે. સિદ્ધિ એટલે જ્ઞાનની ઉત્પત્તિ.
ભલે. પણ અહિંસાના જ્ઞાન માટે જ પછીનાં વ્રતો હોય, તો એના જ્ઞાનથી એ બધાંનું જ્ઞાન થશે, પછી એ બધાંનું જ્ઞાન મેળળવાની શી જરૂર ? એના જવાબમાં “તદનદાતરૂપકરણાય” વગેરેથી કહે છે કે બીજાં વ્રતો પાળવામાં ન આવે તો અસત્ય વગેરેથી અહિંસા મલિન બને. એની શુદ્ધિ માટે એમનું આચરણ કરવું જોઈએ. “તથા ચ..” વગેરેથી આગમના અનુયાયીઓની આ વિષે સંમતિ દર્શાવે છે, એ સુગમ છે.
“યથાર્થે વાનસેથી સત્યનું લક્ષણ કહે છે. “યથા” શબ્દ એનાથી સંબંધિત “તથા”ને સૂચિત કરે છે. કહેવાની ઇચ્છા હોય, ત્યારે વાણી અને મન જોયેલી કે સાંભળેલી વાત સાથે અનુરૂપ હોવાં જોઈએ. આ બાબત યુક્તિથી સમજાવતાં કહે છે કે અન્યમાં પોતાના જેવા બોધને સંક્રાન્ત કરવા માટે વાણી પ્રયોજાય છે, માટે એ છલયુક્ત ન હોવી જોઈએ. દાખલા તરીકે દ્રોણાચાર્યે પોતાના પુત્ર અશ્વત્થામાના મરણ વિષેઃ “હે આયુષ્માન્ સત્યધન (યુધિષ્ઠિર), શું અશ્વત્થામા હણાયો ?” એમ પૂછ્યું, ત્યારે યુધિષ્ઠિરે હાથીને મનમાં રાખીને જવાબ આપ્યો : “સાચી વાત છે. અશ્વત્થામા હણાયો છે.” આ જવાબ યુધિષ્ઠિરના બોધને સંક્રાન્ત કરતો નથી. હાથીના મરણનું જ્ઞાન અને ઇન્દ્રિયથી થયું હતું. એ જ્ઞાન સંક્રાન્ત ન થયું, પણ એનાથી ભિન્ન એમના પુત્રના વધનું જ્ઞાન સંક્રાન્ત થયું. ભ્રાન્ત એટલે ભ્રાન્તિથી જન્મેલું જ્ઞાન. ભ્રાન્તિ શેય પદાર્થના નિશ્ચય વખતે થાય, અથવા એને કહેતી વખતે થાય. પ્રતિપત્તિવંધ્યા એટલે જ્ઞાન ઉત્પન્ન ન કરે એવી. દાખલા તરીકે, આર્યો પ્રત્યે પ્લેચ્છભાષા પ્રતિપત્તિવંધ્યા કહેવાય. પ્રયોજન વગરની એટલે ન પૂછેલી વાત કહેતી વાણી. એમાં બીજાને પોતાના બોધનું જ્ઞાન થાય, તો પણ ન થયા બરાબર છે. કારણ કે એ પ્રયોજન વિનાની છે. “એષા સર્વભૂતોપકારાર્થ પ્રવૃત્તા...” વગેરેથી કહે છે કે આવા લક્ષણવાળું સત્ય પણ અન્યને હાનિ કરે એવા ફળવાળું હોય, તો સત્યનો આભાસ છે, સત્ય નથી. દાખલા તરીકે ચોરોએ સત્યતપસ્ (સાચું બોલવાનું વ્રત લેનાર) મુનિને વ્યાપારીઓના સાર્થવાહ વિષે પૂછ્યું, ત્યારે એમણે સાચી વાત કહી, એ સત્યાભાસ કહેવાય.