________________
૨૩૮]
પતંજલિનાં યોગસૂત્રો
[પા. ૨ સૂ. ૨૯
નહીં. સપત્ની માટે એ સ્ત્રી જ્ઞાન કેષનું કારણ છે. એના પતિ મૈત્ર માટે, એ રાગવાળો હોવાથી, સુખનું કારણ છે. સ્ત્રીશરીર ચામડી, માંસ, હાડકાં અને મજ્જાનો સમૂહ છે, તેમજ સ્થાન, બીજ વગેરેને કારણે અપવિત્ર છે. એવા તત્ત્વજ્ઞાનવાળા વિવેકી પુરુષ માટે એ જ સ્ત્રી જ્ઞાન મધ્યસ્થતા (વૈરાગ્ય)નું કારણ છે.
- શરીર ઇન્દ્રિયોને ધારણ કરતું હોવાથી એનું કૃતિકારણ છે. ઇન્દ્રિયો શરીરનું ધૃતિકારણ છે. પ્રાણ વગેરે પાંચ વાયુઓ કરણોમાં સમાનપણે રહી શરીરને ધારણ કરે છે. એ ન હોય તો શરીર નષ્ટ થાય છે. માંસ વગેરે શરીરનાં દ્રવ્યો પરસ્પર વિધાર્ય-વિધારક ભાવે રહે છે, પૃથ્વી વગેરે પાંચ મહાભૂતો, મનુષ્યો તેમજ વરુણ, સૂર્ય, વાયુ, ચંદ્ર વગેરે લોકોમાં વસતા શરીરધારીઓનું કૃતિકારણ છે. એ પાંચ મહાભૂતો પરસ્પરનું ધૃતિકારણ છે. ગંધ, રૂપ, રસ, સ્પર્શ, અને શબ્દ ગુણવાળી પૃથ્વીમાં મહાભૂતો પરસ્પર વિધાર્ય-વિધારક ભાવે રહે છે. જળમાં ચાર, તેજમાં ત્રણ, વાયુમાં બે ભૂતો વિધાર્યવિધારકભાવે રહે છે. પશુઓ, મનુષ્યો અને દેવો વગેરે વિધાર્ય-વિધારક ભાવે રહે છે. આ બધામાં આધાર-આય-ભાવ નથી, તો વિધાર્યવિધારક કેવી રીતે કહી શકાય ? એના જવાબમાં “પરસ્પરાર્થત્યાત” - એક બીજા માટે છે. એમ કહે છે. મનુષ્ય શરીર પશુ, પક્ષી, મૃગ, સર્પ અને સ્થાવરોનાં શરીરોથી ધારણ કરાય છે. એમ વાઘ વગેરે શરીરો મનુષ્ય, પશુ, મૃગ વગેરેના શરીરોના ઉપયોગથી ધારણ કરાય છે. પશુ, મૃગ વગેરે શરીરો સ્થાવર (પાસ) વગેરેના ઉપયોગથી અને દેવશરીર મનુષ્યોએ યજ્ઞમાં નૈવેદ્ય તરીકે અપેલાં બકરી, મૃગ, કપિંજલ વગેરેના માંસ, ઘી, પુરોડાશ, આંબાની ડાળની સમિધાઓ વગેરેથી ધારણ કરાય છે. દેવો પણ વરદાન, વર્ષા વગેરે વડે મનુષ્ય વગેરેને ધારણ કરે છે. આ રીતે એ બધાં એકબીજાને ઉપયોગી છે, એવો અર્થ છે. બાકીનું સરળ છે. ૨૮
તત્ર થોડા વધાર્યન્ત- યોગનાં અંગોનો નિર્ણય કરવામાં આવે છેयमनियमासनप्राणायामप्रत्याहारधारणाध्यान
समाधयोऽष्टावङ्गानि ॥२९॥ યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ (યોગનાં) આઠ અંગો છે. ૨૯
भाष्य
यथाक्रममेषामनुष्ठानं स्वरूपं च वक्ष्यामः ॥२९॥