________________
૨૩૬ ].
પતંજલિનાં યોગસૂત્રો
[પા. ૨ સૂ. ૨૮
स्थावराद्युपयोगेन । एवं दैवशरीरमपि मनुष्योपहतच्छागमृगकपिञ्जलमांसाज्यपुरोडाशसहकारशाखा प्रस्तरादिभिरिज्यमानं तदुपयोगेन । एवं देवतापि वरदानवृष्ट्यादिभिर्मनुष्यादीनि धारयतीत्यस्ति परस्परार्थत्वमित्यर्थः । शेषं सुगमम् ॥२८॥
ચાર બૂહો કહીને, એમાંથી એક હાનના ઉપાયરૂપ વિવેકખ્યાતિના સ્વરૂપને-ગાય દોહવાની જેમ (ગાયના આંચળમાં દૂધ છે, પણ દોહ્યાવિના ઉપયોગમાં ન લેવાય તેમ) અસિદ્ધ માનીને, તેમજ અસિદ્ધ વસ્તુ ઉપાય ન બની શકે, તેથી સિદ્ધિના ઉપાયોને “સિદ્ધા ભવતિ વગેરેથી કહેવાનો આરંભ કરે છે.
કહેવામાં આવનાર સાધનો જે રીતે વિવેકખ્યાતિના ઉપાય બને છે, એ રીત “યોગાંગાનુષ્ઠાના” વગેરે સૂત્રથી દર્શાવે છે. યોગનાં અંગો દષ્ટ અને અદૃષ્ટ રીતે અશુદ્ધિનો ક્ષય કરે છે. વિપર્યયજ્ઞાન રૂપ અવિદ્યા પાંચ પર્વ (સાંધા)વાળી છે. એમાં પુણ્ય અને પાપનો પણ સમાવેશ થાય છે, કારણ કે તેઓ જન્મ, આયુષ્ય, અને ભોગના કારણ તરીકે અશુદ્ધિરૂપ છે. બાકીનું સરળ છે.
યોગાંગાનુષ્ઠાનમ્” વગેરેથી અનેક પ્રકારનાં કારણોમાંથી યોગનાં અંગોનું અનુષ્ઠાન કયા પ્રકારનું કારણ છે, એ કહે છે. બુદ્ધિસત્ત્વનો અશુદ્ધિથી વિયોગ કરાવે છે. તેથી વિયોગકારણ છે. “યથા પરશુ...”થી દાખલો આપે છે. કુહાડી કાપી શકાય એવા ઝાડનો મૂળથી વિયોગ કરે છે. અશુદ્ધિનો વિયોગ કરવા સાથે, ધર્મ સુખ તરફ દોરે એમ, એ બુદ્ધિસત્ત્વને વિવેકખ્યાતિ તરફ દોરે છે. “વિવેકખાતેતુ” વગેરેથી કહે છે કે યોગનાં અંગોનું અનુષ્ઠાન વિવેકખ્યાતિનું પ્રાતિકારણ છે, અન્ય પ્રકારનું નહીં. આવો નિષેધ સાંભળીને, કારણો કેટલા પ્રકારનાં છે, એમ પૂછે છે. નવ જ છે, એવો ઉત્તર આપે છે. “તઘથા, ઉત્પત્તિસ્થિતિ” વગેરેથી કારિકાવડે કારણના પ્રકારો કહે છે. પછી એમનાં ઉદાહરણો આપે છે. સૌ પહેલાં ઉત્પત્તિકારણ કહે છે. મન વિજ્ઞાન (બુદ્ધિ)ને અવ્યપદેશ્ય (ભવિષ્યની) અવસ્થામાંથી ખસેડીને વર્તમાન અવસ્થામાં લાવે છે, તેથી એનું ઉત્પત્તિકારણ કહેવાય છે. પુરુષાર્થતા મનનું સ્થિતિકારણ છે. અસ્મિતામાંથી ઉત્પન્ન થઈને મન ત્યાં સુધી રહે છે, જ્યાં સુધી ભોગ-મોક્ષરૂપ બે પુરુષાર્થો સિદ્ધ કરતું નથી. એ બે પુરુષાર્થો સિદ્ધ કર્યા પછી સ્થિતિ છોડી દે છે. આમ પોતાના કારણમાંથી ઉત્પન્ન થયેલા મનનું પુરુષાર્થ સિદ્ધ ન થવો એ સ્થિતિકારણ છે. “શરીરસ્યવ...” વગેરેથી દાખલો આપે છે. પ્રકાશથી રૂપની જેમ, ઇન્દ્રિયથી કે સ્વતઃ વિષય પ્રત્યક્ષ થતાં, એનું જ્ઞાન થાય એ અભિવ્યક્તિકારણ છે. વિષયાન્તર થવું મનનું વિકાર કારણ છે. સમાધિનિષ્ઠ મૃકંડુએ વીણાનો પંચમસ્વર સાંભળ્યો, અને આંખો ખોલી રૂપલાવણ્યયુક્ત પ્રશ્લોચા નામની અપ્સરા જોઈ.