________________
૨૧૬ ]
પતંજલિનાં યોગસૂત્રો
[પા. ૨ સૂ. ૨૩
प्रवृत्तिरिति श्रुतेः । सर्वबोध्यबोधसमर्थः प्राक्प्रकृतेः पुरुषो न पश्यति, सर्वकार्यकरणसमर्थं दृश्यं तदा न दृश्यत इति ।
७ - उभयस्याप्यदर्शनं धर्म इत्येके । तत्रेदं दृश्यस्य स्वात्मभूतमपि पुरुषप्रत्ययापेक्षं दर्शनं दृश्यधर्मत्वेन भवति, तथा पुरुषस्यानात्मभूतमपि दृश्यप्रत्ययापेक्षं पुरुषधर्मत्वेनेव दर्शनमवभासते ।
८ - दर्शनज्ञानमेवादर्शनमिति केचिदभिदधति । इत्येते शास्त्रगता विकल्पाः । तत्र विकल्पबहुत्वमेतत्सर्वपुरुषाणां गुणानां संयोगे साधारणવિષયમ્ પારણા
સ્વામી પુરુષ સ્વ-દશ્ય-સાથે દર્શન માટે જોડાય છે. એ સંયોગ (જોડાણ)થી દશ્યની ઉપલબ્ધિ ભોગ છે. અને દ્રષ્ટાના સ્વરૂપની ઉપલબ્ધિ મોક્ષ છે. આમ દર્શનરૂપ કાર્ય પૂરું થાય ત્યાં સુધી આ સંયોગ ટકે છે, માટે દર્શનને વિયોગનું કારણ કહ્યું છે. દર્શન અદર્શનનું વિરોધી છે, માટે અદર્શનને સંયોગનું કારણ કહ્યું છે. અહીં દર્શન મોક્ષનું કારણ નથી. અદર્શનના (અજ્ઞાનના) અભાવથી બંધનનો અભાવ થાય છે, એ મોક્ષ છે. દર્શન (જ્ઞાન) અસ્તિત્વમાં આવે ત્યારે બંધનનું કારણ અદર્શન નષ્ટ થાય છે, માટે દર્શનરૂપ જ્ઞાનને કૈવલ્યનું કારણ કહ્યું છે.
આ અદર્શન શું છે? ૧. શું એ ગુણોનો અધિકાર (કાર્યો છે? ૨. અથવા જેનાથી વિષયો દર્શાવવામાં આવે છે, એ દશિરૂપ સ્વામીના પ્રધાનરૂપ ચિત્તની અનુત્પત્તિ ? એટલે સ્વ-એવું ચિત્ત કે દેશ્ય વિદ્યમાન હોય છતાં દર્શન (ક વૃત્તિ)નો અભાવ ? ૩. અથવા ગુણોની અર્થવત્તા કે એમનું પ્રયોજનવાળા હોવું ? ૪. અથવા પોતાના ચિત્તની ઉત્પત્તિના બીજરૂપ, પોતાના ચિત્તસાથે નિરુદ્ધ થયેલી અવિદ્યા? ૫. અથવા, સ્થિતિ સંસ્કારોનો ક્ષય થતાં ગતિ સંસ્કારોની અભિવ્યક્તિ? આ વિષે કહ્યું છે : “પ્રધાન જો ફક્ત (પ્રલયની જેમ) સ્થિતિશીલ રહે, તો પરિણામો ન નિપજાવવાથી અપ્રધાન રહે, અને જો સતત ગતિશીલ જ રહે, તો પરિણામો નિત્ય ઉત્પન્ન થવાથી પણ પ્રધાન ન રહે. તેથી એની બંને પ્રકારની વૃત્તિ પ્રધાનના યોગ્ય વ્યવહારનું સંપાદન કરી શકે, બીજી કોઈ રીતે નહીં. બીજા મતોમાં કલ્પલાં કારણો માટે પણ આ બાબત (વિચાર) સમાન છે. ૬. કેટલાક દર્શનશક્તિને