________________
પા. ૨ સૂ. ૨૦] વ્યાસ રચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વવૈશારદી [૨૦૯
દશ્ય સમજાવ્યું. દ્રષ્ટાના સ્વરૂપનો નિર્ણય કરવા માટે આ સૂત્રનો આરંભ કરવામાં આવે છે. દ્રષ્ટા દશિ માત્ર છે, છતાં પ્રત્યયને (અનુ) બુદ્ધિ પછી જુએ છે. “દશિમાત્ર” વગેરેથી ભાષ્યકાર સૂત્ર સમજાવે છે. વિશેષણો એટલે ધર્મો. એમનાથી “અપરામૃણા” એટલે અસંબંધિત. આનાથી “માત્ર” શબ્દના ગ્રહણનું તાત્પર્ય
દર્શાવ્યું
ભલે. જો દશક્તિ બધાં વિશેષણો વિનાની હોય, તો શબ્દ વગેરે વિષયો દેખાય નહીં. દશિથી અસંબંધિત દેશ્ય હોતું નથી. આ શંકાના સમાધાન માટે કહે છે: “સઃ પુરુષો બુદ્ધઃ પ્રતિસંવેદી”. બુદ્ધિરૂપ દર્પણમાં પુરુષના પ્રતિબિંબનું સંક્રમણ પુરુષનું બુદ્ધિપ્રતિસંવેદીપણું છે. આ રીતે શિની છાયાવાળી બુદ્ધિથી સંબંધિત શબ્દ વગેરે વિષયો દશ્ય બને છે.
ભલે. બુદ્ધિ અને ચૈતન્યની એકતા સાચી છે એમ શા માટે સ્વીકારવામાં આવતું નથી. એની છાયા બુદ્ધિમાં પડે છે એમ માનવાની શી જરૂર છે ? એના જવાબમાં કહે છે કે “સ બુદ્ધઃ ન સરૂપઃ” એ પુરુષ બુદ્ધિ જેવા રૂપવાળો નથી. તો જુદા રૂપવાળાની છાયા પણ પડી શકે નહીં. એના જવાબમાં “નાત્યન્ત વિરૂપ:”થી કહે છે કે એ એનાથી અત્યંત ભિન્નરૂપવાળો પણ નથી. “ન તાવત”થી સમાનરૂપનો નિષેધ કરે છે. “કસ્માત?” કેમ? એવા પ્રશ્નથી એનું કારણ પૂછે છે. ““જ્ઞાતાજ્ઞાતવિષયતાત્પરિણામિની બુદ્ધિથી જુદું રૂપ હોવાનું કારણ જણાવતાં કહે છે કે પરિણામી હોવાના કારણે બુદ્ધિ પુરુષથી જુદા રૂપવાળી છે. જ્યારે બુદ્ધિ શબ્દ વગેરે આકારની બને છે ત્યારે શબ્દ વગેરે લક્ષણવાળો વિષય એને જ્ઞાત હોય છે. જ્યારે એવો એનો આકાર હોતો નથી, ત્યારે અજ્ઞાત હોય છે. અને ક્યારેક જ એમના આકારવાળી બનતી હોવાથી બુદ્ધિ પરિણામી છે. “જ્ઞાત અને અજ્ઞાતવિષયવાળી હોવાથી, શ્રોત્ર વગેરેની જેમ બુદ્ધિ પરિણામી છે.” એવો પ્રયોગ પણ થાય.
સદા જ્ઞાતવિષયત્વે તુ પુરુષસ્ય..” વગેરેથી વિપરીત કારણને લીધે પુરુષ બુદ્ધિથી વિપરીત ધર્મવાળો છે એવું સિદ્ધ થાય છે, એમ કહે છે.
ભલે. પણ પુરુષ સદા જ્ઞાતવિષય હોય, તો એ કેવલી ન ગણાય, એવા આશયથી “કસ્મા”-કેમ ? એવો પ્રશ્ન પૂછી, એના જવાબમાં “ન હિ બુદ્ધિ નામ પુરુષવિષયશ્ચ...” વગેરેથી કહે છે કે બુદ્ધિ પુરુષનો વિષય હોય અને અગૃહીત પણ હોય એવો સંભવ નથી. નિરોધ અવસ્થામાં બુદ્ધિ અને અગ્રહણનો સહભાવ સંભવે છે, માટે “પુરુષવિષયશ્ચ” એમ કહીને વિરોધ સૂચવ્યો. પહેલા “ચ”કારથી બુદ્ધિને વિષય તરીકે ગૃહીત થયેલી દર્શાવે છે, અને બાકીના બે ““ચકારોથી વિરોધ સૂચિત કરે છે. પ્રયોગ આવો થશે : “પુરુષ સંપ્રજ્ઞાત અને વ્યુત્થાન અવસ્થાઓમાં