________________
૧૮૬ ]
પતંજલિનાં યોગસૂત્રો
[પા. ૨ સૂ. ૧૭
ન આવેલું (ભવિષ્યનું) દુઃખ હેય (નાશ કરવા યોગ્ય) છે. ૧૬
માણે दुःखमतीतमुपभोगेनातिवाहितं न हेयपक्षे वर्तते । वर्तमानं च स्वक्षणे भोगारूढमिति न तत्क्षणान्तरे हेयतामापद्यते । तस्माद्यदेवानागतं दुःखं तदेवाक्षिपात्रकल्पं योगिनं क्लिश्नाति, नेतरं प्रतिपत्तारम् । तदेव દેતાપદ્યતે ઉદ્દા
ભૂતકાળનું દુઃખ ભોગથી નષ્ટ કરી દીધું છે, માટે એ હેયકક્ષામાં નથી. વર્તમાન દુઃખ આ ક્ષણે ભોગમાં આરૂઢ થયેલું છે, (ભોગથી નષ્ટ થવાનું છે), તેથી બીજી ક્ષણે હેયપક્ષમાં આવતું નથી માટે જે દુ:ખ આવ્યું નથી, એ આંખની કીકી જેવા (કોમળ ચિત્તવાળા) યોગીને ચિંતિત બનાવે છે. બીજા અનુભવનારને નહીં. એજ હેયપક્ષમાં આવે છે. ૧૬
तत्त्व वैशारदी तदेतच्छास्त्रं चतुर्वृहमित्यभिधीयते- हेयं दुःखमनागतम् । अनागतमित्यतीतवर्तमाने व्यवच्छिन्ने । तत्रोपपत्तिमाह-दुःखमतीतमिति । ननु वर्तमानमुपभुज्यमानं न भोगेनातिवाहितमिति कस्मान हेयमित्यत आह वर्तमानं चेति । सुगमम् ॥१६॥
આ શાસ્ત્ર ચતુર્વ્યૂહ છે, એમ કહેવામાં આવે છે. (એમાંનો પહેલો ભૂત) ન આવેલું દુઃખ હેય છે. “અનાગત” ન આવેલું એમ કહ્યું, તેથી ભૂતકાળના અને વર્તમાન દુઃખનો છેદ ઊડી ગયો. એનું કારણ “દુઃખમતીતમ્” વગેરે થી આપે છે. વર્તમાન સમયમાં ભોગવાઈ રહેલું દુઃખ ભોગવીને નષ્ટ કર્યું નથી, તો એને હેય કેમ ન ગણવું જોઈએ ? એના જવાબમાં “વર્તમાન ચ..” વગેરેથી કહે છે કે વર્તમાન દુ:ખ ભોગમાં આરૂઢ થયેલું છે, અને ભોગથી નષ્ટ થવાનું જ છે, માટે બીજી ક્ષણે હેય પક્ષમાં આવે નહીં. ભાષ્ય સરળ છે. ૧૬
તાવ ફેમિત્યુતે તર્યવ ા૨ાં પ્રતિનિશ્યિતે– માટે જેને હેય કહેવામાં આવે છે, એ દુઃખ)ના જ કારણનો નિર્દેશ કરવામાં આવે છે -
द्रष्टदृश्ययोः संयोगो हेयहेतुः ॥१७॥ દ્રષ્ટા અને દશ્યનો સંયોગ હેયનું કારણ છે. ૧૭