________________
પતંજલિનાં યોગસૂત્રો
[પા. ૨ સૂ. ૧૫
કર્મો ફ્લેશમૂલક અને વિપાક કર્મમૂલક છે, એમ કહ્યું. હવે વિપાકો કોનું મૂળ છે, જેથી એમનો ત્યાગ કરવો જોઈએ ? એના જવાબમાં “તે હ્લાદપરિતાપફલાઃ પુણ્યાપુણ્યકેતુત્વા” સૂત્રથી કહે છે કે એ (જન્મ, આયુ અને ભોગરૂપ) વિપાકો પુણ્ય અને પાપરૂપ હેતુથી ઉત્પન્ન થતા હોવાથી સુખ અને દુઃખરૂપ ફળ આપે છે. (માટે એ ત્યાજ્ય છે.) “તે જન્માયુર્ભાગાઃ” વગેરેથી ભાષ્યકાર સૂત્રની વ્યાખ્યા કરે છે.
૧૭૪ ]
જન્મ અને આયુ સુખદુઃખ પહેલાં આવતાં હોવાથી એ બેનું ફળ સુખદુઃખ છે, એમ કહેવું યોગ્ય છે, એ (સુખદુઃખ) ભોગનું ફળ છે એમ કહેવું બરોબર નથી. કારણ કે સુખદુઃખ અનુભવ ભોગ છે, અને એ સુખદુઃખ પછી ઉત્પન્ન થાય છે. (પછીથી ઉત્પન્ન થનાર કારણ ન કહેવાય). છતાં પણ સુખદુઃખ અનુભવરૂપ ભોગનો એ બંને વિષય હોવાથી, ભોગનું ફળ સુખદુઃખ છે, એવું કહેવામાં આવ્યું છે, એમ માનવું જોઈએ.
પરંતુ પુણ્યના કારણે મળતું સુખરૂપ ફળ તો અનુકૂળ વેદનીય છે, એનો ત્યાગ શા માટે કરવો જોઈએ ? પ્રત્યેક આત્મા સુખને અનુકૂળ સંવેદનરૂપે અનુભવે છે, તેથી હજાર અનુમાનો અને આગમો વડે એ અનુભવને નકારી શકાય નહીં. અને સુખ તથા દુઃખ સહભાવી નથી, જેથી એક વિના બીજું ટકી શકે નહીં. તેથી સુખનો સ્વીકાર કરતાં દુઃખને પણ સ્વીકારવું જ પડે એવું નથી. એ બંનેનો હેતુ જુદો હોવાથી એમનું સ્વરૂપ પણ ભિન્ન છે. આવી આશંકાના નિવારણ માટે “યથા ચેદ દુઃખં પ્રતિફલાત્મકમેવં વિષયસુખકાલેપિ દુઃખમસ્તિ...” વગેરેથી કહે છે કે યોગીને દુઃખની જેમ વિષયસુખ સમયે એ સુખ પણ દુ:ખ રૂપ જ જણાય છે. ૧૪
થં તદ્રુપપદ્યતે – એવું શી રીતે બની શકેपरिणामतापसंस्कारदुःखैर्गुणवृत्तिविरोधाच्च दुःखमेव સર્વ વિવેનિઃ
॥
પરિણામ દુઃખ, તાપ દુઃખ, સંસ્કાર દુઃખ અને ગુણોની વૃત્તિઓમાં વિરોધ હોવાથી વિવેકી પુરુષ માટે બધું દુઃખ જ છે.
૧૫
भाष्य
सर्वस्यायं रागानुविद्धश्चेतनाचेतनसाधनाधीनः सुखानुभव इति तत्रास्ति रागजः कर्माशयः । तथा च द्वेष्टि दुःखसाधनानि मुह्यति चेति