________________
૧૭૨]
પતંજલિનાં યોગસૂત્રો
[પા. ૨ સૂ. ૧૩
શાસ્ત્ર કુંભીપાક વગેરેનું વિધાન કરતું નથી, તેથી ફલિત થાય છે કે સ્વાધ્યાયાદિજન્ય દુઃખ અધર્મથી ઉત્પન્ન થતું નથી અને કૃષ્ણ કર્મનો નાશ કરતું નથી. આમ બધું બધી રીતે બરોબર છે.
બીજી ગતિ કહે છે. મુખ્ય જ્યોતિરોમ વગેરે કર્મમાં, એના અંગભૂત પશુહિંસા વગેરેનું ભળી જવું. હિંસા વગેરેનાં બે પરિણામ (ફળ) છે. પ્રધાનકર્મના અંગ તરીકે એના વિધાનથી, એને ઉપકારક છે, અને “ન હિસ્યાત્સર્વા ભૂતાનિ” એ શ્રુતિવાક્યથી નિષિદ્ધ કર્મ હોવાથી અનર્થકારક છે. પ્રધાન કર્મના અંગ તરીકે અનુષ્ઠાન કર્યું હોવાથી એ અપ્રધાન (ગૌણ) છે, તેથી તરત પ્રધાનથી સ્વતંત્રપણે પોતાનું અનર્થ રૂપ ઉત્પન્ન કરવા સમર્થ નથી. પરંતુ જયારે પ્રધાન કર્મ ફળ આપવાનો આરંભ કરે ત્યારે એને સહાયક બનીને રહે છે. પ્રધાનની સહાયતા કરતી વખતે પોતાના કાર્યમાં બીજમાત્ર રૂપે રહેવું, એને પ્રધાન સાથે ભળવું કહે છે. આ વિષે પંચશિખાચાર્યે કહ્યું છે : “જયોતિષ્ઠોમ વગેરે પ્રધાન કર્મથી ઉત્પન્ન થયેલા અપૂર્વનો, પશુહિંસા વગેરેથી ઉત્પન્ન થયેલા અનર્થના હેતુરૂપ અપૂર્વ સાથે થતો સંકર (મિશ્રણ) સપરિહાર છે. થોડા પ્રાયશ્ચિત્તથી એનો પરિહાર કરવો શક્ય છે. કદાચ પ્રમાદથી પ્રાયશ્ચિત ન કર્યું હોય, તો પણ મુખ્ય કર્મના વિપાક સમયે એનો પણ વિપાક થશે, છતાં પણ જેટલો અનર્થ એ ઉત્પન્ન કરશે એ સહન કરી શકાય એવો હશે. પુણ્ય સંભારને કારણે પ્રાપ્ત થયેલા અમૃત જેવા સુખના સરોવરમાં અવગાહન કરતા કુશળ પુરુષો, થોડા પાપથી ઉત્પન્ન થયેલી દુઃખ રૂપી અગ્નિની કણિકાને સહન કરી લે છે. માટે કુશળ પુરુષના મોટા પુણ્યના ક્ષય માટે એ પર્યાપ્ત નથી. પૂછે છે : “કસ્માતુ” કેમ? “કુશલ હિ મે બદ્ધતિ...” વગેરેથી ઉત્તર આપે છે કે પુણ્યશાળી એવા મારું પુણ્ય ઘણું છે. પ્રધાન કર્મની દીક્ષાથી માંડીને દક્ષિણા દાન સુધીનું એ કર્મ ફળ આપવા ઉપસ્થિત થયું છે. એ ફળરૂપ સ્વર્ગમાં પણ જ્યારે હું અત્યંત દુઃખરહિત સુખ ભોગવીશ, એમાં પેલું અલ્પ (અપુણ્યફળ) થોડા દુઃખનું મિશ્રણ કરશે.
“નિયતવિપાક” વગેરેથી ત્રીજી ગતિ વિષે કહે છે. નિયતવિપાક પ્રધાન કર્મથી દબાઈને લાંબા સમય સુધી રહેવું એ ત્રીજી ગતિ છે. પ્રધાનપણું બળવાન હોવાના કારણે છે, અંગી તરીકે નહીં. નિયતવિપાકપણાને કારણે બીજા સમયે અવકાશ ન હોવાથી એને બળવાન કહેવામાં આવે છે. અનિયતવિપાક કર્મ બીજા સમયે અવકાશવાળું હોવાથી દુર્બળ છે. લાંબા સમય સુધી રહેવું એટલે બીજ- ભાવમાત્ર રૂપે રહેવું, પ્રધાન કર્મના ઉપકારક તરીકે નહીં, કારણ કે એ સ્વતંત્ર છે. અગાઉ કહ્યું છે કે મરણ વખતે કર્ભાશય એકી સાથે અભિવ્યક્ત થાય