________________
૧૬૮]
પતંજલિનાં યોગસૂત્રો
[પા. ૨ સૂ. ૧૩
કહેવાનો આશય એ છે કે કર્ભાશય સુખ-દુઃખ રૂ૫ ફળ આપનારો હોવાથી એને માટે જરૂરી એવાં જન્મ અને આયુષ્યને પણ ઉત્પન્ન કરે છે. સુખ અને દુઃખ, રાગ અને દ્વેષ સાથે સંકળાયેલાં અને એમના ભાગરૂપ હોવાથી, એમના અભાવમાં ઉત્પન્ન થતાં નથી. મનુષ્ય વસ્તુઓ જોઈને સંતુષ્ટ કે ઉદ્વગ્ન થતો હોય, તો એને એનાથી સુખ કે દુઃખ ન થાય એ શક્ય નથી. આત્મભૂમિ ક્લેશરૂપ પાણીથી સીંચાય તો જ કર્મફળની જન્મભૂમિ બને છે. આમ લેશો ફળ ઉત્પન્ન કરવાના કાર્યમાં કર્ભાશયના સહયોગી છે. ક્લેશો નષ્ટ થતાં સહકારીના અભાવે અનંત અને વિપાકકાળ અનિશ્ચિત હોય એવો કર્મોનો સંચય પ્રસંખ્યાનથી બળેલા બીજ જેવો બનાવાયો હોવાથી ફળ ઉત્પન્ન કરવા માટે સમર્થ બનતો નથી.
“સત્સ ક્લેશેષ કર્ભાશયો વિપાકારંભી ભવતિ...” વગેરેથી ભાગ્યે જ આ અર્થ પ્રગટ કરે છે. “તુષાવનદ્ધાઃ શાલિતંડલાઃ”... વગેરેથી આ વિષે દૃષ્ટાન્ત રજૂ કરે છે. છોડાંવાળો હોય તો પણ ડાંગર વેદ (તાપ) વગેરેથી નષ્ટ થયેલા બીજ ભાવવાળી હોય તો અંકુરિત થતી નથી. “તથા ક્લેશાવનદ્ધઃ કર્ભાશયઃ” વગેરેથી દષ્ટાન્તને એનાથી સમજાવવા ઇચ્છલી બાબતમાં યોજે છે.
પરંતુ ક્લશો નષ્ટ થાય એ શક્ય નથી. સર્વસ્તુ નષ્ટ થતી નથી. આ શંકાના નિવારણ માટે “ન પ્રસંખ્યાનદગ્ધફ્લેશબીભાવઃ...” વગેરેથી કહે છે કે ધ્યાનથી લેશોનો બીજભાવ બળી જાય તો કર્ભાશય ફળ આપવા સમર્થ થતો નથી. “ સ ચ વિપાકત્રિવિધ..” વગેરેથી વિપાક ત્રણ પ્રકારનો છે, એમ કહે છે. કર્મો વડે “વિપચ્યતે” પકવવામાં કે સિદ્ધ કરવામાં આવે છે માટે વિપાક (ફળ) કહેવાય છે.
એક કર્મને ધ્રુવ માનીને, એ એક કે અનેક જન્મોનું કારણ બને છે, એ પહેલી વિચારણા. બીજી વિચારણા, અનેક કર્મોને ધ્રુવ માનીને, તેઓ એક કે અનેક જન્મોનું કારણ બને છે, એની ચર્ચા છે. આમ ચાર વિકલ્પો છે. એમાંથી પહેલા વિકલ્પનો “ન તાવડેક કર્મસ્ય જન્મનઃ કારણમ્” એક કર્મ એક જન્મનું કારણ નથી, એમ કહીને અસ્વીકાર કરે છે. પૂછે છે, કેમ ? “અનાદિકાલપ્રચિતસ્ય...” વગેરેથી ઉત્તર આપે છે કે અનાદિકાળથી એક પછી એક એમ ઘણા જન્મોમાં એકઠાં કરેલાં, અને તેથી અસંખ્ય એવા એક પછી એક થયેલા જન્મોમાં ભોગવેલા એક એક કર્મથી બાકી રહેલાં કર્મોનું ફળ અને વર્તમાન જીવનમાં થતાં કર્મોનું ફળ મળવામાં ક્રમનો કોઈ નિયમ ન હોવાથી લોકો આવા કર્મફળના કાયદામાં વિશ્વાસ કરશે નહીં અને એ અનિષ્ટ છે. કહેવાનો આશય એ છે કે કર્મોની ઉત્પત્તિ ઘણી ઝડપી છે અને એમનો ક્ષય ઓછો કે ધીમો છે,