________________
[૨૭] प्रत्यग्दृशां विमोक्षाय निबन्याय पराग्दृशाम् । પાપાત્રતેવા વિદ્વાનો અવ: A (મૂળ અપ્રાપ્ય)
અન્નદૃષ્ટિવાળાઓને મોક્ષ અને બહિદૃષ્ટવાળાઓને બંધનની વ્યવસ્થા કરતો સંસાર અપામાર્ગલતાની જેમ વિરુદ્ધ ફળ આપનારો છે.”
અભ્યાસનું લક્ષણ આપતાં પતંજલિ કહે છે કે વૃત્તિ વિનાના ચિત્તનો પ્રશાન્ત પ્રવાહ સ્થિતિ કહેવાય છે. એ માટે આદરપૂર્વક એનાં સાધનોનું અનુષ્ઠાન અભ્યાસ છે, જે લાંબા સમય સુધી, સતત અને સત્કારપૂર્વક સેવવામાં આવતાં દઢ મૂળવાળો થાય છે, અર્થાત પહેલાંની જેમ ચિત્તની બહિર્મુખ થવાની ટેવથી જલ્દી દબાઈ જતો નથી, પણ નિરંતર રહેવા માંડે છે. વ્યવહાર સમયે પણ આવો આંતરપ્રવાહ રહે એ એની પરિપક્વ અવસ્થા છે.
જોયેલા અને સાંભળેલા વિષયો પ્રત્યે નિઃસ્પૃહ બનેલો પુરુષ સ્વામી બનીને એમને પોતાના વશમાં રાખે એવી દઢ મનોબળવાળી સ્થિતિ અપર વૈરાગ્ય છે, જે પુરુષના અત્યંત શુદ્ધ સ્વરૂપના જ્ઞાનથી થતા ગુણો પ્રત્યેના, પરવૈરાગ્યનું કારણ છે. આ પરવૈરાગ્ય, જ્ઞાનની પરાકાષ્ઠા અને કૈવલ્ય એક જ સર્વોચ્ચ અવસ્થાનાં નામ છે.
આ બે ઉપાયો વડે નિરુદ્ધ થયેલું ચિત્ત સ્થૂલ પદાર્થના અવલંબનથી સવિતર્ક, સૂક્ષ્મ વસ્તુના અવલંબનથી સવિચાર, સુખાનુભવના અવલંબનથી આનંદાનુગત અને “હું છું” એ વિચારમાત્રના અવલંબનથી અસ્મિતાનુગત એમ ચાર પ્રકારના સંપ્રજ્ઞાત કે સવિકલ્પ સમાધિઓનો અનુભવ કરે છે. બધી વૃત્તિઓના પૂર્ણવિરામના અનુભવના અભ્યાસથી નિરવલંબ અસંપ્રજ્ઞાત સમાધિ થાય છે. આમાં ચિત્ત અભાવને પ્રાપ્ત થયું હોય એવું બને છે, માટે એને નિર્ભુજ પણ કહેવાય છે.
આ સમાધિ વિદેહ અને પ્રકૃતિલયોને જન્મથી અને યોગીઓને શ્રદ્ધા, બળ, મૃતિ, સમાધિ અને પ્રજ્ઞારૂપ ઉપાયોથી પ્રાપ્ત થાય છે. ઉપાયોનું અનુષ્ઠાન કરનારા યોગીઓમાં પણ, મૂદુ, મધ્ય અને તીવ્ર વેગવાળા હોય છે. એમાં તીવ્ર સંવેગવાળા યોગીને સમાધિ અને એનું ફળ કૈવલ્ય જલ્દી મળે છે. આ વિષે વિજ્ઞાનભિક્ષુ કહે છે -
विनिष्पन्नसमाधिस्तु मुक्ति तत्रैव जन्मनि । પ્રગતિ યો યોનિયોરિત્ વિષ્ણુપુરાણ, ૬.૭.૩૫
સમાધિ જેને સિદ્ધ થયો છે, એવો યોગી, યોગાગ્નિથી બધાં કર્મોના સંચયને બાળીને એ જ જન્મમાં મુક્તિ પ્રાપ્ત કરે છે.”
વધુમાં ભિક્ષુ ઉમેરે છે: “મતિ: પ્રથમ વર્ષ.. તિગ્ય રિતિ મોવમેવ યોગી મનમ" “પ્રારબ્ધ કર્મનું પણ અતિક્રમણ કરીને જલ્દી મોક્ષ આપવો એ જ યોગનું ફળ છે.”