________________
પા. ૨ સૂ. ૫] વ્યાસ રચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વવૈશારદી [૧૪૫
અનિત્ય કાર્યમાં નિત્યબુદ્ધિ, દાખલા તરીકે પૃથ્વી ધ્રુવ (નિત્ય) છે. ચંદ્ર, તારાઓવાળો ઘુલોક ધ્રુવ છે, ઘુલોકમાં રહેનારા દિવો) અમર છે. અને અપવિત્ર, અત્યંત બીભત્સ શરીરમાં પવિત્રબુદ્ધિએ કહ્યું છે - “સ્થાનથી, બીજથી, પોષણથી, પરસેવો વગેરે વહેવાથી, અને મૃત્યુથી તેમજ (કૃત્રિમ સાધનોથી) પવિત્રતા લાવવી પડતી હોવાથી પંડિતો શરીરને અપવિત્ર કહે છે.” આમ અશુચિમાં શુચિબુદ્ધિ દેખાય છે.
આ કન્યા નવી ચંદ્રલેખા જેવી કમનીય છે. જાણે કે મધ અને અમૃત જેવા અવયવોથી બનાવાઈ હોય, ચંદ્રને ભેદીને નીકળી હોય એવી જણાય છે. નીલકમળના પાન જેવાં વિશાળ નેત્રોવાળી છે, હાવભાવવાળાં નેત્રોવડે જાણે કે જીવલોકને આશ્વાસન આપતી હોય એવી છે. આમ કોનો કોની સાથે સંબંધ દર્શાવાય છે ? આ રીતે અશુચિમાં વિપરીત એવી શુચિબુદ્ધિ કરવામાં આવે છે. આનાથી પાપમાં પુણ્યબુદ્ધિ અને અનર્થમાં અર્થબુદ્ધિપણ સમજાવાઈ.
અને આગળ “પરિણામ, તાપ, સંસ્કારનાં દુ:ખોથી તેમજ ગુણવૃત્તિવિરોધથી વિવેકી માટે બધું દુઃખ રૂપ છે”, ૨.૧૫ એ સૂત્રમાં દુ:ખમાં સુખબુદ્ધિ કહેશે. એ (દુઃખ)માં સુખબુદ્ધિ અવિદ્યા છે. તથા અનાત્મામાં આત્મબુદ્ધિ એટલે અનાત્મા એવાં બહારનાં ચેતન અને જડ સાધનોમાં અથવા ભોગાધિષ્ઠાન શરીરમાં અને પુરુષના (અંદરના) કરણરૂપ મનમાં આત્મબુદ્ધિ. આ વિષે આવું કહેવામાં આવ્યું છે : - “વ્યક્ત કે અવ્યક્ત સત્ત્વોને આત્મા માનીને, અન્યની સંપત્તિને આત્માની સંપત્તિ માની આનંદિત થાય, અને એમની વિપત્તિને આત્માની વિપત્તિ માનીને શોક કરે, એ બધા અપ્રતિબુદ્ધ (અજ્ઞાની) છે.”
આ ચાર સ્થાનોમાં રહેલી અવિદ્યા, આ ક્લેશપરંપરાનું અને સુખદુઃખરૂપે પાકતા કર્ભાશયનું મૂળ છે. એનું અમિત્ર અને અગોષ્પદની જેમ ભાવાત્મક અસ્તિત્વ જાણવું જોઈએ. દાખલા તરીકે, અમિત્ર એટલે મિત્રનો અભાવ કે મિત્રમાત્ર નહીં, પણ એથી વિરુદ્ધ શત્રુ છે. અને અગોષ્પદ એટલે ગાયના પગનો અભાવ કે ગોષ્પદમાત્ર નહીં, પણ એમનાથી ભિન્ન બીજી વસ્તુ (ગાયોવિનાનો) દેશ છે. એમ અવિદ્યા પ્રમાણ નથી, પ્રમાણનો અભાવ નથી, પણ વિદ્યાથી વિપરીત બીજું જ્ઞાન છે. ૫
तत्त्व वैशारदी अनित्याशुचिदुःखानात्मसु नित्यशुचिसुखात्मख्यातिरविद्या । अनित्यत्वोपयोगि विशेषणम्-कार्य इति । केचित्किल भूतानि नित्यत्वेनाभिमन्यमानास्तद्रूपमभीप्सव