________________
પા. ૧ સૂ. ૩૬ ] વ્યાસ રચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વવૈશારદી
[૫
अपसारयन्ति अत एव समाधिप्रज्ञायामिति । वृत्त्यन्तराणामप्यागमसिद्धानां विषयवत्त्वमतिदिशति- एतेनेति । नन्वागमादिभिरवगतेष्वर्थेषु कुतः संशय इत्यत आह-यद्यपि हीति । श्रद्धामूलो हि योगः, उपदिष्टाथैकदेशप्रत्यक्षीकरणे च श्रद्धातिशयो जायते । तन्मूलाश्च ध्यानादयोऽस्याप्रत्यूहं भवन्तीत्यर्थः ॥३५॥
વિષયવતી વા.. ” વગેરેથી ચિત્તની સ્થિરતાનો બીજો ઉપાય કહે છે : અલૌકિક વિષયોને પ્રત્યક્ષ કરવાની શક્તિ ઉત્પન્ન થઈને ચિત્તને સ્થિર કરવામાં મદદરૂપ બને છે. “નાસિકાગ્રે ધારયતઃ.” વગેરેથી આ વાતને સમજાવે છે. નાસિકાના અગ્રભાગ પર ચિત્ત એકાગ્ર કરી, ધારણા, ધ્યાન અને સમાધિનો અભ્યાસ કરનારને, એના જયથી દિવ્યગંધસંવિનો સાક્ષાત્કાર થાય છે. આમ બીજી પ્રવૃત્તિઓમાં પણ યોજવું. આ વિષય આગમથી જાણવો જોઈએ, તર્કથી નહીં.
ભલે. પણ કૈવલ્ય માટે નિરુપયોગી, આવી બધી વૃત્તિઓથી શો ફાયદો? “એતા વૃત્તય ઉત્પન્ના:...” વગેરેથી જવાબ આપે છે કે થોડા સમયમાં ઉત્પન્ન થઈને, ચિત્તને ઈશ્વર વિષેની કે વિવેકખ્યાતિ વિષેની સ્થિતિઓમાં બાંધે છે. તેથી કહે છે કે સંશય દૂર કરે છે અને એને લીધે સમાધિ પ્રજ્ઞા માટે કારનું કામ કરે છે. આગમ સિદ્ધ બીજી વૃત્તિઓ પણ વિષયવતી છે. “યદ્યપિ હિ...” વગેરેથી પ્રશ્ન પૂછે છે કે આગમ વગેરેથી જાણેલા પદાર્થોમાં સંશય શા માટે થવો જોઈએ ? જવાબમાં કહે છે કે યોગનું મૂળ શ્રદ્ધા છે. ઉપદેશેલામાંથી એકાદ વિષયને પ્રત્યક્ષ કરવાથી શ્રદ્ધા દઢ થાય છે અને તન્યૂલક ધ્યાન વગેરે યોગીને નિર્વિને સિદ્ધ થાય છે. ૩૫
विशोका वा ज्योतिष्मती ॥३६॥ અથવા શોકરહિત પ્રકાશરૂપ પ્રવૃત્તિ ઉત્પન્ન થતાં ચિત્ત સ્થિર થાય છે. ૩૬
भाष्य प्रवृत्तिरुत्पन्ना मनसः स्थितिनिबन्धनीत्यनुवर्तते । हृदयपुण्डरीके धारयतो या बुद्धिसंवित्, बुद्धिसत्त्वं हि भास्वरमाकांशकल्पं, तत्र स्थितिवैशारद्यात्प्रवृत्तिः सूर्येन्दुग्रहमणिप्रभारूपाकारेण विकल्पते ।