________________
૯૪ ]
પતંજલિના યોગસૂત્રો
[પા. ૧ સૂ. ૩૫
નાસિકાના અગ્ર ભાગ પર ચિત્તને એકાગ્ર કરવાથી ઉત્પન્ન થતી દિવ્ય સુગંધને ગ્રહણ કરવાની શક્તિને ગંધ-પ્રવૃત્તિ કહે છે. જીભના અગ્રભાગ પર રસસંવિત, તાળવામાં રૂપસંવિત, જીભના મધ્યભાગ પર સ્પર્શસંવિત, જીભના મૂળ પર શબ્દસંવિત ઉત્પન્ન થાય છે. આ બધી પ્રવૃત્તિઓ ઉત્પન્ન થતાં ચિત્ત સ્થિર થાય છે, સંશયો દૂર થાય છે, અને સમાધિપ્રજ્ઞા ઉત્પન્ન થવામાં દ્વારરૂપ બને છે.
આનાથી ચંદ્ર, સૂર્ય, ગ્રહો, મણિ, દીપક અને કિરણો વગેરેમાં મનને એકાગ્ર કરવાથી ઉત્પન્ન થતી પ્રવૃત્તિઓને પણ વિષયવતી જ જાણવી જોઈએ. તે તે શાસ્ત્રો, અનુમાન અને આચાર્યના ઉપદેશથી જાણવામાં આવેલા પદાર્થોનું અસ્તિત્વ હોય છે. કારણ કે એમનામાં યથાર્થ પદાર્થોનું પ્રતિપાદન કરવાની શક્તિ હોય છે. છતાં એમાંનો એકાદ પદાર્થ પણ પોતાની ઇન્દ્રિયોથી જયાં સુધી જાણવામાં આવતો નથી, ત્યાં સુધી એ બધું પરોક્ષ હોય એવું લાગે છે. અને તેથી મોક્ષ વગેરે સૂક્ષ્મ બાબતોમાં દઢ બુદ્ધિ ઉત્પન્ન કરતું નથી. આ કારણે શાસ્ત્ર, અનુમાન અને ગુરુના ઉપદેશના સમર્થન માટે અવશ્ય એકાદ વિશેષ પ્રત્યક્ષ કરવો જોઈએ. એમના ઉપદેશેલા પદાર્થોમાંથી એકાદ પ્રત્યક્ષ થતાં, બધા મોક્ષ સુધીના સૂક્ષ્મ વિષયોમાં શ્રદ્ધા ઉત્પન્ન થાય છે. આ માટે જ આવું ચિત્તનું પરિકર્મ ઉપદેશવામાં આવે છે. અનિયંત્રિત વૃત્તિઓને સંયમમાં રાખવાનું સામર્થ્ય ઉત્પન્ન થતાં, ચિત્ત તે તે વૃત્તિના વિષયને પ્રત્યક્ષ જોવા માટે સમર્થ બને છે. અને આવું સામર્થ્ય પ્રાપ્ત થતાં શ્રદ્ધા, શક્તિ, ઉત્સાહ, સ્મૃતિ (સજગતા) અને સમાધિ નિર્વિને સમ્પન્ન થાય છે. ૩૫
तत्त्व वैशारदी स्थित्युपायान्तरमाह-विषयवती वा प्रवृत्तिरुपन्ना मनसः स्थितिनिबन्धनी । व्याचष्टे - नासिकाग्रे धारयत इति । धारणाध्यानसमाधीन्कुर्वतस्तज्जयाद्या दिव्यगन्धसंवित्तत्साक्षात्कारः । एवमन्यास्वपि प्रवृत्तिषु योज्यम् । एतच्चागमात्प्रत्येतव्यं नोपपत्तितः । स्यादेतत्-किमेतादृग्भिवृत्तिषु योज्यम् । एतच्चागमात्प्रत्येतव्यं नोपपत्तितः । स्यादेतत्-किमेतादृग्भिवृत्तिषु कैवल्यं प्रत्यनुपयोगिनीभिरित्यत आह-एता वृत्तयोऽल्पेनैव कालेनोत्पन्नाश्चित्तमीश्वरविषयायां वा विवेकख्यातिविषयायां वा स्थितौ निबध्नन्ति । नन्वन्यविषया वृत्तिः कथमन्यत्र स्थिति निबध्नातीत्यत आह - संशयं विधमन्ति