________________
પા. ૧ સૂ. ૩૨] વ્યાસરચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વવૈશારદી
[ ૮૯
યદિ ચ..” વગેરેથી ચિત્ત એક, અનેકાર્થ અને અવસ્થિત છે, એમાં બીજો વધારાનો હેતુ દર્શાવે છે. મૈત્રે ભણેલા શાસ્ત્રનું સ્મરણ ચૈત્ર કરતો નથી. અને જેમ મૈત્રે કરેલા પાપ અથવા પુણ્યના સંચયરૂપ કર્ભાશયનું ફળ એનાથી અસંબંધિત ચૈત્ર ભોગવતો નથી, એમ એક પ્રત્યયે જોયેલાનું સ્મરણ બીજો પ્રત્યય કરી શકે નહીં. એક પ્રત્યય વડે સંચિત કર્ભાશયનું ફળ અન્ય પ્રત્યય ભોગવે નહીં, એવો અર્થ છે. (વનાશિક કહે છે ) પણ કાર્યકારણભાવના અસ્તિત્વરૂપ વિશેષતા સ્વીકારીએ, તો શ્રાદ્ધ કે વૈશ્વાનર ઇષ્ટિ વગેરેમાં અકર્તા એવાં માતા, પિતા, પુત્ર વગેરેને એમનું ફળ પહોંચે છે, એવું જોવામાં આવે છે, તેથી તમે કહો છો એવો અતિપ્રસંગ નહીં થાય. વળી મધુરરસની ભાવનાયુક્ત આંબાના બીજ વગેરેથી પરંપરા વડે ઘણા સમય પછી ફળમાં મધુરતા પ્રગટે, એવો નિયમ હોવાથી પણ (અતિપ્રસંગ નહીં આવે.) આના જવાબમાં “કથંચિત્ સમાધીયમાનમખેતત....” વગેરેથી કહે છે એનો ભાવ એવો છે કે એક સંતાન (પ્રવાહ)માં રહેલા પ્રત્યયોની બીજા સંતાનમાં રહેલા પ્રત્યયો કરતાં એવી કઈ વિશેષતા છે, જેનાથી એક સંતાનમાં રહેતા પ્રત્યયે સંચિત કરેલાં અણુરૂપ કર્મોના આશયનો અમુક સંતાનમાં રહેતા પ્રત્યય જ સ્મરણ કરનાર અને ભોગવનાર બને, અને બીજા સંતાનમાં રહેલો પ્રત્યય ન બને ? સંતાન નામનો કોઈ વાસ્તવિક પદાર્થ નથી જે એક સંતાનમાં રહેલા પ્રત્યાયનો બીજા સંતાનમાં રહેલા પ્રત્યયથી ભેદ પાડે. અને કાલ્પનિક ભેદ ક્રિયામાં પ્રયોજાય નહીં. માણસ કલ્પિત અગ્નિથી રાંધતો નથી. અને કાર્યકારણભાવ સંબંધ પણ વાસ્તવિક નથી. સાથે ઉત્પન્ન થયેલા ડાબા અને જમણા શીંગડામાં આવી સંબંધ હોતો નથી. અને સાથે અસ્તિત્વ ન ધરાવતા પદાર્થોમાં કાર્ય-કારણ સંબંધ આવશ્યકપણે હોતો નથી, કારણ કે એમાંથી એકને પણ વર્તમાનમાં પ્રગટ થતા પદાર્થનું કારણ ગણી શકાય નહીં. ભૂતકાળ અને ભવિષ્યકાળ ભેગા મળીને વર્તમાનમાં દેખાતા પદાર્થ સાથે સંબંધિત બનીને અસ્તિત્વ ધરાવી શકે નહીં. તેથી સંતાન (પ્રવાહ) કે સ્વાભાવિક કાર્યકારણભાવની ઉપાધિ વિનાના પારમાર્થિક રીતે અસ્તિત્વ ધરાવતા પ્રત્યયો પરસ્પર એકબીજાને સ્પર્શતા નથી. આ કારણે પોતાના પ્રવાહમાં રહેતા કે અન્ય પ્રવાહમાં રહેતા જુદા જુદા પ્રત્યયો સ્વરૂપથી ભિન્ન નથી. આમ ગોમય અને પાયસને અનુલક્ષીને એક ન્યાય પ્રવૃત્ત થયો છે, કે ગોમય (છાણી-પાયસ છે, કેમકે ગવ્ય (ગાયમાંથી આવેલો) છે. બંને ગવ્ય તરીકે સિદ્ધ છે, માટે પાયસ છે. આ ન્યાયનો પણ એનાથી વધારે ન્યાયાભાસરૂપ હોવાથી-તમારો મત તિરસ્કાર કરતો જણાય છે.
અહીં કૃતનાશ અને અકૃતાત્માગમ (કરેલાનો નાશ અને ન કરેલાની પ્રાપ્તિ) દોષનો પ્રશ્ન ન ઉઠાવવો જોઈએ. કારણ કે જે ચિત્ત કર્મનું કર્તા છે, એ