________________
પા. ૧ સૂ. ૩૨] વ્યાસ રચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વવૈશારદી
[૮૫
હોય કે અસમાન વિચારોનો પ્રવાહ હોય, કેમકે પ્રત્યેક પ્રવાહ એક જ્ઞાનપૂરતો મર્યાદિત છે, તેથી એ ફક્ત એકાગ્ર જ છે, માટે વિક્ષિપ્ત ચિત્ત છે જ નહીં. (જેને એકાગ્ર કરવું પડે)
તેથી ચિત્ત એક છે. અનેક પદાર્થોને પોતાનો વિષય બનાવે છે, અને અવસ્થિત (સ્થિર) છે. (ક્ષણિક નથી).
અને જો એક ચિત્તના આશ્રયે ન રહેતા, સ્વભાવથી જ ભિન્ન પ્રત્યયો ઉત્પન્ન થાય છે, એમ માનો તો એક ચિત્તનો પ્રત્યય બીજું ચિત્ત કેવી રીતે જાણી શકે ? અને એક પ્રત્યય વડે સંચિત થયેલા કર્ભાશયનો ભોક્તા બીજો પ્રત્યય કેવી રીતે થઈ શકે? ગમે તે રીતે વિચારો અને સમજાવો તો પણ આ વાત ગોમય (છાણ) અને પાયસની કહેવત યાદ કરાવે એવી છે. (ગોમય ગાયમાંથી આવે છે, માટે એને પાયસ ન કહેવાય).
વળી જો ચિત્તો એક પછી એક ઉત્પન્ન થતાં, જુદાં જુદાં હોય તો, આપણો પોતાનો જ અનુભવ નકારવાનો પ્રસંગ આવે છે. કેવી રીતે ? જેને મેં જોયું હતું એને જ હું સ્પર્શ છું, અને જેને મેં પડ્યું હતું, એને જ હું જોઉં છું, એવા આપણા બધાના અનુભવમાં ભિન્ન-ભિન્ન પ્રત્યયો એક “હું” પ્રત્યયીમાં અભિન્નપણે ઉપસ્થિત થાય છે. હું એવા અભેદરૂપવાળા એક પ્રત્યયનો વિષયરૂપ પ્રત્યયી (જાણનાર) છે. પણ ભિન્ન પ્રત્યયોના સામાન્ય (એક) આધારરૂપ, એક જાણનાર રહે નહીં, જો એ પોતાને પ્રતિક્ષણ ભિન્ન ચિત્ત તરીકે પ્રગટ કરતો હોય. અને હું રૂપે સતત રહેતું અભિન્ન આત્માનું જ્ઞાન પોતાના અનુભવથી ગ્રહણ કરાય છે. એવા પ્રત્યક્ષ જ્ઞાનનું માહાભ્ય બીજાં પ્રમાણોથી દબાતું નથી. કારણ કે બીજાં પ્રમાણો પ્રત્યક્ષના બળે જ વ્યવહાર કરી શકે છે. તેથી ચિત્ત એક, અનેક પદાર્થોને વિષય કરતું અને સ્થિર છે. ૩૨
तत्त्व वैशारदी उक्तार्थोपसंहारसूत्रमवतारयति-अथैत इति । अथोक्तार्थानन्तरमुपसंहरन्निदं સૂત્રાતિ સંબન્ધ: | નિરોદ્ધવ્યત્વે દેતુ: -સમાધિપ્રતિક્ષા રૂતિ | यद्यपीश्वरप्रणिधानादित्यभ्यासमात्रमुक्तं तथापि वैराग्यमिह तत्सहकारितया ग्राह्यमित्याहताभ्यामुक्तलक्षणाभ्यामेवाभ्यासवैराग्याभ्यां निरोद्धव्याः । तत्र तयोरभ्यास