________________
પા. ૧ સૂ. ૨૯] વ્યાસરચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વવૈશારદી
[ ૭૯
विपरीतमञ्चति विजानातीति प्रत्यक् स चासौ चेतनश्चेति प्रत्यक्चेतनोऽविद्यावान् पुरुषः । तदनेनेश्वराच्छाश्वतिकसत्त्वोत्त्कर्षसंपन्नाद्विद्यावतो निर्वर्तयति । अविद्यावतः प्रतीचश्चेतनस्याधिगमो ज्ञानं स्वरूपतोऽस्य भवति । अन्तराया वक्ष्यमाणास्तदभावश्च । अस्य विवरणं-ये तावदिति । स्वमात्मा तस्य रूपम् । रूपग्रहणेनाविद्यासमारोपितान्धर्मान्निषेधति । नन्वीश्वरप्रणिधानमीश्वरविषयं कथमिव प्रत्यक्वेतनं साक्षात्करोत्यतिप्रसङ्गादित्यत आह-यथैवेश्वर इति । शुद्धः कूटस्थनित्यतयोदयव्ययरहितः, प्रसन्नः क्लेशवर्जित, केवलो धर्माधर्मापेतः । अत एवानुपसर्गः । उपसर्ग जात्यायुर्भोगाः । सादृश्यस्य किञ्चिद्भेदाधिष्ठानत्वादीश्वराद् भिनत्ति-बुद्धेः प्रतिसंवेदीति । तदनेन प्रत्यग्ग्रहणं व्याख्यातम् । अत्यन्तविधर्मिणोरन्यतरार्थानुचिन्तनं न तदितरस्य साक्षात्काराय कल्पते । सदृशार्थानुचिन्तनं तु सदृशान्तरसाक्षात्कारोपयोगितामनुभवति एकशास्त्राभ्यास इव तत्सदृशार्थशास्त्रान्तरज्ञानोपयोगिताम् । प्रत्यासत्तिस्तु स्वात्मनि साक्षात्कारहेतुर्न परात्मनीति सर्वमवदातम् ॥२९॥
અને એથી પણ વિશેષ, એનાથી (ઈશ્વરપ્રણિધાનથી) પ્રત્યક્ ચેતનાની પ્રાપ્તિ, અને અંતરાયોનો અભાવ થાય છે. પ્રતીપ એટલે વિપરીત અંતિ એટલે જાણે છે, એ રીતે પ્રત્યક્ ચેતન એટલે અવિધાયુક્ત પુરુષ આ ઈશ્વરાનુગ્રહથી સનાતન, સ્વચ્છ સત્ત્વના ઉત્કર્ષવાળો વિઘાવાન્ બને છે. અંદર રહેલો ચેતન પુરુષ (જીવ) પોતાના સાચા સ્વરૂપને જાણી લે છે. અને આગળ કહેવાનારા અંતરાયોનો અભાવ પણ યોગીને સિદ્ધ થાય છે. “યે તાવત્ વ્યાધિપ્રભૃતયઃ” વગેરેથી આ વાત સમજાવી છે. સ્વ એટલે આત્મા, એનું રૂપ એટલે સ્વરૂપ. રૂપ શબ્દના ગ્રહણથી અવિદ્યાથી આરોપિત ધર્મોનો નિષેધ કરે છે.
ઈશ્વરપ્રણિધાન ઈશ્વર વિષે છે, એ અંદરના ચેતન પુરુષનો સાક્ષાત્કાર કેવી રીતે કરાવે ? એ તો અતિ પ્રસંગ (આવવું જોઈએ એના કરતાં વધારે પરિણામ આવે એવો દોષ) કહેવાય. એનો જવાબ “યથૈવેશ્વરઃ...’ વગેરેથી આપે છે. શુદ્ધ, નિત્ય એટલે અપરિણામી હોવાથી ઉદય-વ્યય (ઉત્પત્તિ-વિનાશ) થી રહિત, પ્રસન્ન એટલે ક્લેશરહિત, કેવલ એટલે ધર્માધર્મરહિત, અને તેથી અનુપસર્ગ (બાધારહિત) બને છે. ઉપસર્ગોથી જન્મ, આયુષ્ય અને ભોગ સમજવાના છે. ઈશ્વર અધિષ્ઠાન છે. અંદરનો ચેતન પુરુષ (જીવ) એનાથી થોડો જુદો છે. આ ભેદ બુદ્ધિમાં પ્રતિબિંબિત કહીને સ્પષ્ટ કરે છે. આનાથી પ્રત્યક્ શબ્દનું ગ્રહણ કેમ કર્યું એ સ્પષ્ટ થાય છે. વિરુદ્ધધર્મવાળા બે હોય, તો એકનું ચિંતન બીજાના સાક્ષાત્કાર માટે સમર્થ ન બને. પરંતુ એક શાસ્ત્રનો અભ્યાસ એના જેવા બીજા શાસ્ત્રના અધ્યયનમાં ઉપયોગી બને, એમ સદેશનું ચિંતન બીજા એના સમાન પુરુષનું જ્ઞાન કરાવી શકે. પોતાનો આત્મા