________________
स्वरूपसम्बन्धस्तेन सम्बन्धेन सर्वस्यैवाभावस्य पूर्वक्षणवृत्तित्वविशिष्टस्वाभावात्मकप्रतियोग्यधिकरणत्वं हेत्वधिकरणस्येति ।
મુક્તાવલી : ઉત્તરપક્ષ જે અભાવનું અધિકરણ અભાવ હોય તે અભાવ અધિકરણાત્મક બને તેવો નિયમ અમે માનતા જ નથી. ઘટાભાવમાં ભલે વર્જ્યભાવ છે પણ તેથી તે બે એકરૂપ છે તેમ ન કહી શકાય. એટલે હવે ઘટાભાવનો પ્રતિયોગી વહ્નિ બની શકે નહિ, માત્ર પૂર્વોક્ત ઘટ અને ઘટાભાવાભાવ એ બે જ બને. તે બે ય -બધા-પ્રતિયોગીનું સાધ્યતાવચ્છેદક સંયોગસંબંધથી હેત્વધિકરણ પર્વત એ અનધિકરણ છે જ. માટે સ્વપ્રતિયોગિ-અનધિકરણહેત્વધિકરણપર્વતવૃત્તિ-અભાવ તે ઘટાભાવ, તેની પ્રતિયોગિતાનો અવચ્છેદક ઘટત્વ બને, સાધ્યતાવચ્છેદક વહિત્વ છે. આમ પ્રતિયોગિતાનવચ્છેદક સાધ્યતાવદક બનવાથી લક્ષણનો સમન્વય થઈ ગયો એટલે અસંભવ દોષ રહેતો નથી.
પૂર્વપક્ષ : સારું, તો હવે અસંભવ દોષ નહિ આવે પણ ‘દૂવો ઘૂમામાવવાન્ વત્સ્યમાવાત્' સ્થાને લક્ષણની અવ્યાપ્તિ તો જરૂર આવશે. અહીં હેત્વધિકરણ હ્રદ છે, તેમાં એવો અભાવ લેવો જોઈએ કે જેના બધા પ્રતિયોગીનું તે હેત્વધિકરણ અનધિકરણ બનતું હોય. હવે હેત્વધિકરણ હૃદમાં ઘટાભાવ લઈએ તો તેના પ્રતિયોગી પૂર્વોક્ત રીતે બે છે : ઘટ અને ઘટાભાવાભાવ. હવે આ બે ય પ્રતિયોગીનું સાધ્યતાવચ્છેદકસંબંધથી અનધિકરણ હેત્વધિકરણ બની શકતું નથી, કેમકે અહીં સાધ્ય ધૂમાભાવ એ પક્ષ હૃદમાં સ્વરૂપસંબંધથી રહે છે માટે સાધ્યતાવચ્છેદક સ્વરૂપસંબંધ થયો. આ સ્વરૂપસંબંધથી ઘટાભાવનો પ્રતિયોગી ઘટ તો હૃદમાં નથી રહેતો માટે એક પ્રતિયોગી ઘટનું તો સ્વરૂપસંબંધથી હેત્વધિકરણ અનધિકરણ બન્યું, પણ જે બીજો ઘટાભાવાભાવ પ્રતિયોગી છે તેનું તો સ્વરૂપસંબંધથી હેત્વધિકરણ એ અધિકરણ જ છે. પૂર્વે ‘વૃદ્ઘિમાન્ ધૂમાવ્' સ્થળે સાધ્યતાવચ્છેદક સંયોગસંબંધ હતો એટલે તે સંયોગસંબંધથી ઘટાભાવાભાવ સ્વરૂપ બીજા પ્રતિયોગીનું હેત્વધિકરણ અનધિકરણ બની ગયો એટલે લક્ષણ-સમન્વય થઈ ગયો. પણ જ્યાં સાધ્યતાવચ્છેદક સ્વરૂપસંબંધ હોય ત્યાં તો ઘટાભાવનો બીજો પ્રતિયોગી ઘટાભાવાભાવ હેત્વધિકરણમાં રહી જ જવાનો, કેમકે પ્રતિયોગી ઘટાભાવાભાવ સ્વરૂપસંબંધથી હેત્વધિકરણવૃત્તિ જ બને. આમ આવા સ્થાને ઘટાભાવના બીજા પ્રતિયોગી ઘટાભાવાભાવનું અનધિકરણ હેત્વધિકરણ ન બને એટલે અભાવના બધા પ્રતિયોગીનું અનધિકરણ હેત્વધિકરણ ન બનતાં લક્ષણની અવ્યાપ્તિ થાય.
ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૨ ૭ (૪૬)